Skip to main content
Settings Settings for Dark

ભારતમાં ભીષણ ગરમીનો પ્રકોપ: યુપીમાં 24 મે સુધી રેડ એલર્ટ, દિલ્હી-બિહાર સહિતના રાજ્યોમાં ‘લૂ’ ની આકરી ચેતવણી

Live TV

X
  • ભારતમાં ભીષણ ગરમીનો પ્રકોપ: યુપીમાં 24 મે સુધી રેડ એલર્ટ, દિલ્હી-બિહાર સહિતના રાજ્યોમાં ‘લૂ’ ની આકરી ચેતવણી

    ગુજરાતની સાથે-સાથે હવે સમગ્ર દેશમાં પણ આકરી ગરમીએ પોતાનો અજગરભરડો લીધો છે. ઉત્તર અને મધ્ય ભારતના મોટાભાગના રાજ્યોમાં તાપમાનનો પારો ઝડપથી ઉપર ચઢી રહ્યો છે, જેના કારણે પ્રચંડ ગરમી અને લૂ (Heatwave) નું મોજું ફરી વળ્યું છે. હવામાન વિભાગ (IMD) ના તાજેતરના અહેવાલ મુજબ, આગામી દિવસોમાં રાજધાની દિલ્હી સહિત અનેક રાજ્યોમાં ગરમીનો પ્રકોપ હજુ વધુ ભયાનક બને તેવી આશંકા છે.

    રાજ્યોની સ્થિતિ: ક્યાં કેવી છે આગાહી?

    દેશના જુદા જુદા ભાગોમાં સૂર્યદેવતાનો કેર વર્તાઈ રહ્યો છે, જેને પગલે હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે. પશ્ચિમી અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં આગામી 24મી મે સુધી કાળઝાળ ગરમી પડવાની સ્પષ્ટ આગાહી કરવામાં આવી છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ તેમજ પશ્ચિમી અને પૂર્વી રાજસ્થાનમાં ગરમીનું જોર હજુ વધશે અને તાપમાન નવા રેકોર્ડ સર્જી શકે છે. બિહાર અને તેલંગાણા રાજ્યમાં આગામી બે દિવસ માટે તીવ્ર લૂ (Severe Heatwave) ની કડક ચેતવણી આપવામાં આવી છે.

    આયુષ મંત્રાલયની હેલ્થ એડવાઇઝરી: ગરમીથી બચવા શું કરવું?

    દેશભરમાં વધી રહેલા તાપમાન અને હીટ સ્ટ્રોકના કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય આયુષ મંત્રાલય દ્વારા નાગરિકોની સુરક્ષા માટે ખાસ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે.

    મંત્રાલયની મહત્વની અપીલ:

    1. બપોરે બહાર નીકળવાનું ટાળો: નાગરિકોને ખાસ કરીને બપોરના 12 થી 4 વાગ્યા દરમિયાન, જ્યારે ગરમી અને અલ્ટ્રાવાયોલેટ કિરણોનું પ્રમાણ સૌથી વધુ હોય છે, ત્યારે બિનજરૂરી બહાર ન નીકળવા વિનંતી કરાઈ છે.

    2. હાઇડ્રેટેડ રહો: તરસ ન લાગી હોય તો પણ દિવસ દરમિયાન નિયમિત અને ભરપૂર પ્રમાણમાં પાણી પીતા રહેવું.

    3. દેશી ઉપાચો: શરીરને ઠંડક આપવા માટે લીંબુ પાણી, છાશ, નાળિયેર પાણી અથવા ઓઆરએસ (ORS) ના દ્રાવણનો ઉપયોગ કરવો.

    હવામાન નિષ્ણાતોના મતે, પશ્ચિમી પવનો અને વાતાવરણમાં ભેજના અભાવને કારણે ગરમી આટલી પ્રચંડ બની છે, જેથી આગામી એક સપ્તાહ સુધી લોકોને આ આકરી ગરમીનો સામનો કરવો જ પડશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2026 Max Temp : °C Min Temp : °C
apply