Skip to main content
Settings Settings for Dark

ભારતમાં ભ્રષ્ટાચાર, જાતિવાદ અને સાંપ્રદાયિકતા માટે કોઈ સ્થાન નહીં હોય: પ્રધાનમંત્રી

Live TV

X
  • 2047 સુધીમાં ભારત એક વિકસિત રાષ્ટ્ર બની જશે. આપણા રાષ્ટ્રીય જીવનમાં ભ્રષ્ટાચાર, જાતિવાદ અને સાંપ્રદાયિકતાને કોઈ સ્થાન નહીં હોય એમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં G-20 સમિટ પૂર્વે આજે એક સમાચાર એજન્સીને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું.

    પ્રધાનમંત્રીએ કહ્યું કે G20માં ભારતના શબ્દો અને વિઝનને વિશ્વ ભવિષ્ય માટે રોડમેપ તરીકે જોઈ રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે G20 મંત્રાલયના તમામ ક્ષેત્રોમાં લેવાયેલા નિર્ણયો વિશ્વના ભવિષ્ય માટે નિર્ણાયક સાબિત થશે. તેમણે કહ્યું કે, ભારતના વિઝન માત્ર વિચારો નથી. હકીકતમાં, ભારતના G20 પ્રેસિડેન્સીમાંથી ઘણી હકારાત્મક અસરો બહાર આવી રહ્યું છે. પ્રધાનમંત્રીએ  ટિપ્પણી કરી હતી કે, ભારતના G20 પ્રેસિડેન્સી 'વસુધૈવ કુટુંબકમ'ની થીમ માત્ર એક સૂત્ર નથી પણ દેશના સાંસ્કૃતિક સિદ્ધાંતોમાંથી મેળવેલ એક વ્યાપક ફિલસૂફી પણ છે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, G20માં આફ્રિકા ભારત માટે ટોચની પ્રાથમિકતા છે. શ્રી મોદીએ કહ્યું કે, બધાની વાત સાંભળ્યા વિના પૃથ્વીની કોઈપણ ભાવિ યોજના સફળ થઈ શકશે નહીં. તેમણે એમ પણ કહ્યું હતું કે, એક દાયકા કરતાં ઓછા સમયમાં ભારત નજીકના ભવિષ્યમાં વિશ્વની ટોચની ત્રણ અર્થવ્યવસ્થાઓમાં હશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, વિવિધ ક્ષેત્રોમાં વિવિધ સંઘર્ષોને ઉકેલવાનો એકમાત્ર રસ્તો સંવાદ અને કૂટનીતિ છે. તેમણે એમ પણ કહ્યું કે, G20 પ્રમુખ હોય કે ન હોય, ભારત વિશ્વમાં શાંતિ સુનિશ્ચિત કરવાના દરેક પ્રયાસને સમર્થન આપશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply