ઉત્તર રેલ્વેએ 9 થી 10 સપ્ટેમ્બર સુધી દિલ્હીમાં G20 સમિટને કારણે 40 મેલ અને એક્સપ્રેસ ટ્રેનો રદ કરવાનો નિર્ણય કર્યો
Live TV
-
9થી 10મી સપ્ટેમ્બર દરમિયાન દિલ્હીમાં આગામી G20 સમિટને કારણે 40 મેલ અને એક્સપ્રેસ ટ્રેનો રદ કરવાનો નિર્ણય લીધો છે. તેણે 64 ટ્રેનો પણ ડાયવર્ટ કરી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ઉત્તર રેલવેએ કહ્યું કે, સમિટની સુરક્ષા અને અન્ય મહત્વપૂર્ણ વ્યવસ્થાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેણે સોશિયલ મીડિયા પર તેનો 'ટ્રેન હેન્ડલિંગ પ્લાન' શેર કર્યો અને મુસાફરોને તે મુજબ તેમની મુસાફરીનું આયોજન ગોઠવવા વિનંતી કરી છે.
આ મહિનાની 8મી થી 11મી સેપ્ટેમ્બર સુધીના સમયગાળા દરમિયાન નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પરથી ઉપડતી અથવા આવતી કેટલીક ટ્રેનો હવે ગાઝિયાબાદ અથવા હઝરત નિઝામુદ્દીન રેલ્વે સ્ટેશન પર આવશે અથવા ઉપડશે.
