Skip to main content
Settings Settings for Dark

ભારતમાં મળેલા કોરોનાના નવા વેરિઅન્ટનું ગ્રીક મૂળાક્ષરના આધારે ડેલ્ટા નામ અપાયું

Live TV

X
  • વિશ્વ સ્વાસ્થય સંગઠને દુનિયાભરમાં મળેલ કોરોના વાયરસના સ્વરૂપોને ગ્રીક મૂળાક્ષરના આધાર પર નામકરણ કર્યું છે. WHOએ SARS-CoV-2 ના સ્વરૂપોને બે અલગ અલગ શ્રેણીમાં રાખ્યા છે. પહેલી શ્રેણીમાં વધારે સંક્રામક સ્વરૂપોને રાખવામાં આવ્યા છે જેને વેરિઅન્ટ ઓફ કંસર્ન કહેવાયા છે. જયારે બીજી શ્રેણીમાં એવા સ્વરૂપોને રાખવામાં આવ્યા છે જે સામુદાયિક સંક્રમણને વધારે છે. અથવા વધારે દેશોમાં મળી આવ્યા છે. આ સ્વરૂપોને વેરિઅન્ટ ઓફ ઇંટરેસ્ટ કહેવાયા છે. આવું SARS-CoV-2ના મુખ્ય વર્ઝનને સરળતાથી યાદ રાખવાની દ્રષ્ટિથી કરાયું છે. WHOએ તેના અંતર્ગત સૌથી પહેલાં જે કોરોના વેરિઅન્ટ ભારતમાં મળ્યા તેને ડેલ્ટા કહેવાશે. જ્યારે ભારતમાં પહેલાં મળેલા બીજા વર્ઝનને કપ્પા કહેવાશે. WHOના કોવિડ-19 ટેકનિકલ હેડ ડૉએ કહ્યું કે આ લેવલથી હાલ વૈજ્ઞાનિક નામો પર કોઇ અસર પડશે નહીં. તેનાથી અગત્યની વૈજ્ઞાનિક માહિતીઓ મળી છે અને રિસર્ચમાં તેનો ઉપયોગ ચાલુ રહેશે.

    વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોનાના બન્ને નામોની જાહેરાત કરતા કહ્યું કે, ગ્રીક અક્ષરોનો ઉપયોગ કરતા આ નામકરણ કરવામાં આવ્યું છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ તમામ દેશોમાં મળેલા કોરોના સ્ટ્રેનને અલગ-અલગ નામ આપ્યા છે. બ્રિટનમાં મળેલા વેરિએન્ટને અલ્ફા નામ આપવામાં આવ્યું છે. તો દક્ષિણ આફ્રિકામાં મળેલા વેરિએન્ટને બીટા, બ્રાઝિલ વેરિએન્ટને ગામા નામ આપવામાં આવ્યું છે. અમેરિકામાં મળેલા વેરિએન્ટને એપ્સીલોન, બ્રાઝિલમાં મળેલા અન્ય વેરિએન્ટને ઝેટા, અનેક દેશોમાં મળેલા અન્ય વેરિએન્ટને એટા, ફિલિપિન્સમાં મળેલા વેરિએન્ટને થેટા, અમેરિકામાં નવેમ્બર મહિનામાં મળેલા વેરિએન્ટને લોટા નામ આપવામાં આવ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply