Skip to main content
Settings Settings for Dark

ભારતમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા 21 લાખને પાર, રિકવરી રેટ 74% પાર

Live TV

X
  • વધુ દર્દીઓ સ્વસ્થ થતાં અને હોસ્પિટલો તથા હોમ આઈસોલેશન (હળવા અને મધ્યમ લક્ષણોના કેસના કિસ્સામાં)માંથી રજા મળતા ભારતમાં કોવિડ-19માંથી સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા આજે લગભગ 21 લાખ પાર પહોંચી ગઈ છે.

    સઘન પરીક્ષણની નીતિના અસરકારક અમલીકરણ, વ્યાપકપણે ટ્રેકિંગ અને અસરકારક રીતે સારવાર દ્વારા 20,96,664 દર્દીઓ સાજા થયા છે.

    છેલ્લા 24 કલાકમાં 58,794 દર્દીઓ સાજા થતા ભારતમાં કોવિડ-19 દર્દીઓનો સાજા થવાનો દર લગભગ 74% (73.91%) સુધી પહોંચી ગયો છે, જે દર્શાવે છે કે, પાછલા ઘણા મહિનાઓથી દર્દીઓના સાજા થવાની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.

    ભારતમાં સક્રિય કેસ (6,86,395 કેસ સક્રિય તબીબી સારવાર હેઠળ છે) કરતા સાજા થયેલા દર્દીઓની સંખ્યા 14 લાખ (14,10,269)થી વધુ હોવાની નોંધણી થઈ છે. સાજા થયેલા દર્દીઓની વિક્રમજનક સંખ્યાએ સુનિશ્ચિત કર્યું છે કે, દેશમાં વાસ્તવિક કેસનું ભારણ અર્થાત સક્રિય કેસ છે, જેમાં ઘટાડો થયો છે અને જે વર્તમાનમાં કુલ પોઝિટીવ કેસના માત્ર 24.19% છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply