કોરોના મહામારી : દેશમાં એક્ટીવ કેસની સંખ્યા 6,86,395
Live TV
-
ગત 24 કલાકમાં કુલ 60 હજાર 91 દર્દી સારવાર બાદ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા
ભારતમાં કોરોના સામેના જંગમાં ,, ટેસ્ટ, ટ્રેક, અને ટ્રીટની રણ નીતીને , સફળતા મળી રહી છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ , આ વ્યૂહને કારણે , સંક્રમણના સક્રીય કેસની સંખ્યા , સંક્રમણના કુલ કેસના ચોથા ભાગની થઇ ગઇ છે. દેશમાં સક્રીય કેસની સંખ્યા , 6 લાખ 86 હજાર 395 છે..સક્રીય કેસની સંખ્યા કુલ કેસના 24.20 ટકા છે..સારવાર લઈને સ્વસ્થ થઇ રહેલા દર્દીની સંખ્યા પણ સતત વધી છે.... રિકવરી રેટ વધીને , 73.91 ટકા થયો છે... ગત 24 કલાકમાં કુલ 60 હજાર 91 દર્દી સારવાર બાદ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે... દેશમાં અત્યાર સુધી કુલ 20 લાખ 96 હજાર 664 લોકો સ્વસ્થ થયા છે... દેશમાં મૃત્યુદર 1.90 ટકા છે.... છેલ્લા 24 કલાકમાં , એક હજાર 92 દર્દીના મૃત્યુ થતાં , કુલ મૃત્યુઆંક 52 હજાર 889 થયો છે.આઇસીએમઆર દ્વારા જાહેર થયેલા આંકડા મુજબ, ગત 24 કલાકમાં 8 લાખ 5 હજાર 518 ટેસ્ટ કરવામાં આવ્યા... તો અત્યાર સુધી 3 કરોડ 17 લાખ 42 હજારથી વધુ સેમ્પલની , તપાસ કરવામાં આવી.
