Skip to main content
Settings Settings for Dark

ભારતમાં 48 લાખથી વધુ દર્દીઓએ કોરોનાને આપી મ્હાત, રિકવરી રેટ વધીને 82.14 % થયો

Live TV

X
  • દેશ ભરમાં કોરોનાની મહામારીમાં નવા દર્દીઓની તુલનામાં સારવાર લઇને સાજા થઇ રહેલા દર્દીઓનો દર સતત સુધરી રહ્યો છે. દેશમાં રીકવરી રેટ વધીને 82.14 ટકા થઇ ગયો છે. દેશમાં અત્યાર સુધીમાં 48 લાખ 49 હજાર 584 લોકો મહામારીને માત આપીને સ્વસ્થ થઇ ચુક્યા છે.

    રિકવરી રેટમાં ભારત ,વિશ્વમાં ટોચ પર પહોંચી ગયું છે. મૃત્યુદર પણ ઘટીને 1.85 ટકા થયો છે. દેશમાં ટેસ્ટિંગની સંખ્યા ઉત્તરોત્તર વધી રહી છે. 25 સપ્ટેમ્બર સુધી દેશમાં 7 કરોડ બે લાખ 69 હજાર 975 લોકોનાં ટેસ્ટ કરવામાં આવ્યા છે.

    જેમાં છેલ્લા 24 કલાકમાં 13 લાખ 41 હજાર 535 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. સ્વાસ્થ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલી ઈ-સંજીવની ઓપીડી પર 4 લાખ લોકોએ ફોન દ્વારા કન્સલ્ટ કર્યું છે. જેમાં તમિલનાડુ અને ઉત્તર પ્રદેશમાં એક એક લાખથી વધુ લોકોએ આ સુવિધાનો સૌથી વધારે લાભ લીધો છે. સ્વાસ્થ મંત્રાલયે જણાવ્યું હતું કે, કોવિડ -19 મહામારી દરમિયાન ઈ સંજીવનીએ જુદી જુદી ચિકિત્સા સેવાઓ પ્રદાન કરી છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
apply