આજે CSRIનો 79મો સ્થાપના દિવસ, કેન્દ્રીય મંત્રી ડો. હર્ષવર્ધને કાર્યક્રમને કર્યું સંબોધન
Live TV
-
આજે સીએસઆઈઆરનો 79મો સ્થાપના દિવસ છે. આ અવસરે કેન્દ્રીય સ્વાસ્થ મંત્રી ડોક્ટર હર્ષવર્ધને કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. ડો. હર્ષવર્ધને જણાવ્યું હતું કે, ભારતમાં એક દિવસમાં 10 લાખ પીપીઈ કીટ બનાવવામાં આવી રહી છે.
તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ સીએસઆઈઆરના 79મા સ્થાપના દિવસ નિમિત્તે એક ટ્વીટ કર્યું છે. જેમાં તેમણે આ સંસ્થા સાથે જોડાયેલા તમામ લોકોને શુભેચ્છા પાઠવતાં કહ્યું છે કે, ભારતમાં વૈજ્ઞાનિક અનુસંધાન અને નવાચારને આગળ વધારવા માટે સીએસઆઈઆર સૌથી આગળ છે અને તેઓ કોવિડ-19 સામે લડવા માટે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યાં છે.
