Skip to main content
Settings Settings for Dark

ભારત કોવિડ-19ની રસી ઉતપન્ન કરી દૂનિયાને પહોંચાડવાની ક્ષમતા ધરાવે છે: પ્રધાનમંત્રી મોદી

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને કર્યુ સંબોધન, પ્રધાનમંત્રીએ કહ્યુ, હાલ દુનિયા માટે કોરોનાની સ્થિતિ પડકાર જનક, ભારતની વેક્સિન પ્રોડક્શન અને ડિલિવરી ક્ષમતા માનવતાને આ સંકટમાંથી બહાર કાઢશે, મહામારીમાં ભારતે 150થી વધુ દેશોને દવાની મદદ કરી.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની 75મી બેઠકને સોશ્યિલ મિડીયાના માધ્યમથી સંબોધી હતી. પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સદી બદલાઈ જાય પણ જો આપણે ન બદલીએ તો બદલાવ લાવવાની તાકાત પણ નબળી પડી જાય છે. સમગ્ર વિશ્વને સંબોધતા પીએમએ કહ્યું કે, હાલ ગંભીર આત્મમંથનની જરૂર છે. આખી દુનિયા કોરોના સામે લડી રહી છે. ત્યારે ભારતમાં કોરોનાની વેકસીનનું ટ્રાયલ ત્રીજા તબક્કામાં ચાલી રહ્યું છે તેમ પીએમએ ઉમેર્યું હતું. પીએમએ કહ્યું કે, વિશ્નને કોરોનાની વેકસિન પહોંચાડવામાં ભારત ક્ષમતા ધરાવે છે. અને ભારત આત્મનિર્ભર અભિયાન હેઠળ આગળ વધી રહ્યું છે. કોરોનાકાળમાં ભારતે અનેકો દેશોને દવા ઉપલબ્ધ કરાવી છે. આ સાથે ભારત યુએનમાં પોતાની મોટી ભૂમિકા જોઈ રહ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
apply