Skip to main content
Settings Settings for Dark

ભારતમાં COVID-19 રિકવરી રેટ 94.11 ટકા પર પહોંચ્યો

Live TV

X
  • ભારતે પોતાની કોરોના સામેની લડાઈમાં નોંધપાત્ર સફળતા મેળવી છે. દેશમાં સતત 26 દિવસ સુધી રોજના નવા કોરોના કેસનો આંકડો 50 હજારની નીચે રહ્યો છે. સાથે જ કોરોનાથી સાજા થનાર લોકોનો આંકડો 90 લાખ પર પહોંચ્યો છે તેની સાથે કોરોના રિકવરી રેટ 94.11 ટકા પર પહોંચ્યો છે.

    ભારતે પોતાની કોરોના સામેની લડાઈમાં નોંધપાત્ર સફળતા મેળવી છે. દેશમાં સતત 26 દિવસ સુધી રોજના નવા કોરોના કેસનો આંકડો 50 હજારની નીચે રહ્યો છે. સાથે જ કોરોનાથી સાજા થનાર લોકોનો આંકડો 90 લાખ પર પહોંચ્યો છે તેની સાથે કોરોના રિકવરી રેટ 94.11 ટકા પર પહોંચ્યો છે. કોરોના રિકવરીનો આંકડો દેશમાં એક્ટિવ કેસના 20 ગણા જેટલો થયો છે.

    હાલ દેશમાં કોરોના એક્ટિવ કેસમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. અત્યારે કોરોનાના એક્ટિવ કેસ 4,22,943 છે જે કુલ કેસના 4.5 ટકા છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ કે કુલ કેસોના 78 ટકા કેસ ફક્ત 10 રાજ્યોમાં છે. દેશના મેડિકલ સંસાધનો, રાજ્યો દ્વારા કેન્દ્ર દ્વારા જાહેર કરાયેલ કોરોના સારવારના પ્રોટોકોલનુ પાલન અને આરોગ્યકર્મીઓના સખત પરિશ્રમથી આજે કોરોના રિકવરી રેટ સુધર્યો છે. 
     
    સાથે જ કોરોનાથી થતા મૃત્યુના દર વિશે જાણકારી આપતાં આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ કે, દેશના મૃત્યુ દરમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. હાલ કોરોના મૃત્યુદર 1.45 પર પહોંચ્યો છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply