Skip to main content
Settings Settings for Dark

આજે નૌસેના દિવસ, 1971ના ભારત-પાક. યુદ્ધમાં નૌસેનાએ કરી હતી સ્ટ્રાઈક

Live TV

X
  • 1971માં ભારત-પાકિસ્તાનના યુદ્ધમાં મેળવેલ વિજયને યાદ કરવાનો દિવસ. ભારતના આ ભવ્ય વિજયની યાદમાં 4 ડિસેમ્બરને નૌસેના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. નૌસેના દિવસે ભારતના નૌસેના જવાનોને યાદ કરવામાં આવે છે. આ દિવસે ભારતના નૌકાદળે પાકિસ્તાન પર નેવલ સ્ટ્રાઈક કરીને પાકિસ્તાનને આત્મસમર્પણ કરવા માટે મજબૂર કર્યુ હતુ.

    1971માં ભારત-પાકિસ્તાનના યુદ્ધમાં મેળવેલ વિજયને યાદ કરવાનો દિવસ. ભારતના આ ભવ્ય વિજયની યાદમાં 4 ડિસેમ્બરને નૌસેના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. નૌસેના દિવસે ભારતના નૌસેના જવાનોને યાદ કરવામાં આવે છે. આ દિવસે ભારતના નૌકાદળે પાકિસ્તાન પર નેવલ સ્ટ્રાઈક કરીને પાકિસ્તાનને આત્મસમર્પણ કરવા માટે મજબૂર કર્યુ હતુ. 

    ભારતીય નૌકાદળની આ સ્ટ્રાઈક પાકિસ્તાનની નેવીના કરાચી સ્થિત હેડક્વાર્ટર પર કરાઈ હતી જેમાં ત્રણ વિદ્યુત ક્લાસ મિસાઈલ બોટ, INS નિપાત, INS નિરઘાટ અને INS વીર, બે એન્ટી સબમરીન અને INS કટ્ચલે હુમલો કર્યો હતો. ભારતીય આર્મી અને એર ફોર્સ જમીન અને હવાઈ માર્ગે પાકિસ્તાનને ટક્કર આપતા હતા ત્યારે નૌકાદળનો આ હુમલો પાકિસ્તાનને ભારે પડ્યો અને પાકિસ્તાનને આત્મસમર્પણ કરવુ પડ્યુ હતુ.

    આ ખાસ દિવસ પર નૌસેના પ્રમુખ એડમિરલ કરણસીંગે કહ્યુ, કે રાષ્ટ્રીય સામુહિક સુરક્ષા અને અખંડતા સુનિશ્ચિત કરવા માટે તૈયાર છે. યુદ્ધ થાય તો પણ ભારતીય નૌસેના તૈયાર છે. નૌસેના ભારતીય થળસેના અને વાયુસેના સાથે તાલમેલ મેળવી મુકાબલો કરવા પણ તૈયાર છે. 

    નૌસેના દિવસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને શુભેચ્છા આપતા કહ્યું, રાષ્ટ્રસેવામાં સમર્પિત ભારતીય નૌકાદળના બહાદુર જવાનોને નૌસેના દિવસની શુભેચ્છાઓ. ભારતીય નૌકાદળ નિર્ભીકપણે આપણા દરિયાકાંઠાનું રક્ષણ કરે છે અને જરૂરિયાત સમયે માનવતાવાદી સહાય પણ કરે છે. 

    નૌસેના દિવસ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરીને ભારતીય નૌસેનાના તમામ હિંમતવાન જવાનો અને તેમના પરિવારોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. તમણે કહ્યુ કે, આપણી દરિયાઈ સરહદોનું રક્ષણ કરવામાં અને આપત્તિઓ દરમિયાન દેશની સેવા કરવાની તેમની અતુટ પ્રતિબદ્ધતા બદલ ભારતને આપણા પ્રચંડ નૌકાદળ પર ગર્વ છે.

    રક્ષામંત્રી રાજનાથસિંહે નૌસેના દિવસ પર ટ્વિટ કરતાં કહ્યુ કે, આ દિવસે નૌકાદળના તમામ જવાનોને મારી શુભેચ્છાઓ અને શુભકામનાઓ. ભારતીય નેવી દરિયાઈ સલામતી સુનિશ્ચિત કરીને આપણા સમુદ્રને સુરક્ષિત રાખવામાં મોખરે છે. હું તેમની બહાદુરી, હિંમતને સલામ કરું છું.

    કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે ટ્વિટ કરીને જણાવ્યુ કે, ભારતીય નૌકાદળના જવાનોને તેમના અદમ્ય હિંમત અને બહાદુરી માટે સલામ. નૌકાદળ દિવસ પર નૌકાદળના તમામ કર્મચારીઓ અને તેમના પરિવારોને હાર્દિક શુભેચ્છાઓ. ભારતીય નૌકાદળના તમામ જવાનોને શુભેચ્છાઓ

    આ દિવસે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પણ સેનાના અધિકારીઓ અને જવાનોને નૌસેના દિવસ શુભેચ્છાઓ પાઠવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply