Skip to main content
Settings Settings for Dark

ભારતમાં JN.1 વેરિઅન્ટનો પ્રથમ કેસ નોંધાયો, કેન્દ્ર સરકારે માર્ગદર્શિકા જાહેર કરી

Live TV

X
  • રાજ્યો નિયમિત ધોરણે જિલ્લાવાર SARI અને ILI કેસોની જાણ કરશે અને તેનું નિરીક્ષણ કરશે

    ભારતમાં કોવિડ-19ના નવા JN.1 વેરિઅન્ટનો પ્રથમ કેસ સામે આવ્યો છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ સુધાંશ પંતે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને એક પત્ર પાઠવીને દેશમાં કોવિડની સ્થિતિ પર સતત સતર્કતાની સ્થિતિ જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, "કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સુસંગત અને સહયોગી કામગીરીઓને કારણે અમે આ માર્ગને સ્થાયી નીચા દરે જાળવી શક્યા છીએ." રાજ્યોને કોવિડ -19 માટે સુધારેલી સર્વેલન્સ વ્યૂહરચના માટે વિગતવાર ઓપરેશનલ માર્ગદર્શિકાઓનું અસરકારક પાલન સુનિશ્ચિત કરવા માટે જણાવ્યું.

    કોવિડ-19 એડવાઈઝરી

    • રાજ્યોએ તમામ આરોગ્ય સુવિધાઓમાં જિલ્લાવાર ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારી (આઈએલઆઈ) અને ગંભીર તીવ્ર શ્વસન બિમારી (એસએઆરઆઈ) કેસોની દેખરેખ રાખવા અને રિપોર્ટ કરવો. જેમાં ઇન્ટિગ્રેટેડ હેલ્થ ઇન્ફોર્મેશન પ્લેટફોર્મ (આઇએચઆઇપી) પોર્ટલનો સમાવેશ થાય છે, જેથી કેસોના પ્રારંભિક વધતા વલણને શોધી શકાય.
    • રાજ્યોને કોવિડ -19 પરીક્ષણ માર્ગદર્શિકા મુજબ તમામ જિલ્લાઓમાં પર્યાપ્ત પરીક્ષણની ખાતરી કરવા અને RTPCR અને એન્ટિજેન પરીક્ષણોમાં ભલામણ કરવામાં આવેલા હિસ્સાને જાળવવાની સલાહ.
    • રાજ્યોને RTPCR પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવા અને જીનોમ સિક્વન્સિંગ માટે સકારાત્મક નમૂનાઓ ભારતીય સાર્સ કોવ -2 જિનોમિક્સ કન્સોર્ટિયમ (આઇએનએસએસીઓજી) પ્રયોગશાળાઓમાં મોકલવા.  જેથી દેશમાં નવા વેરિએન્ટ્સ, જો કોઈ હોય તો, સમયસર શોધી શકાય.
    • રાજ્યોએ પણ કોવિડ -19 ના સંચાલનમાં તેમનો સતત ટેકો મેળવવા માટે સમુદાય જાગૃતિને પ્રોત્સાહન આપવું જોઈએ, જેમાં શ્વસન સ્વચ્છતાના પાલનનો પણ સમાવેશ થાય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-12-2024 Max Temp : °C Min Temp : °C
apply