તમિલનાડુમાં ધોધમાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત, મુખ્યમંત્રીએ પૂરની સ્થિતિની સમીક્ષા કરી
Live TV
-
ભારે વરસાદને કારણે રાજ્યના અનેક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર.
તમિલનાડુમાં દક્ષિણ જિલ્લા પૂરની વિકટ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. કન્યાકુમારી સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. કન્યાકુમારી, થુડુકોડી સહિતના જિલ્લામાં ભારે વરસાદના કારણે શાળાઓ બંધ રાખવામાં આવી છે. હવામાન વિભાગે ભારે વરસાદને કારણે રાજ્યના અનેક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી પૂરની સ્થિતિની સમીક્ષા કરી હતી. તમિલનાડુના રાજ્યપાલ આર.એન.રવિએ પૂરની સ્થિતિની સમીક્ષા માટે આજે મહત્વની બેઠક બોલાવી છે.
સોમવારે સવાર સુધીમાં 1,039 બાળકો સહિત 7,434 લોકોને રાહત શિબિરમાં મોકલવામાં આવ્યા છે. અનેક જગ્યાએ વીજળી પુરવઠો બંધ કરવામાં આવ્યો છે. કેટલાક સ્થળોએ મોબાઈલ ટાવર ધ્વસ્ત થતા નેટવર્કમાં ખામી સર્જાઈ છે. 4 જિલ્લામાં હજારો એકરમાં પાક ધોવાઈ ગયો છે. ભારતીય નૌસેના રાહત અને બચાવ કાર્ય કરી રહી છે. તમિલનાડુ સરકારે સેના અને વાયુસેનાની મદદ માંગી છે.