જ્ઞાનવાપી મામલે અલ્હાબાદ હાઇકોર્ટે મુસ્લિમ પક્ષની તમામ અરજી ફગાવી
Live TV
-
હાઈકોર્ટે નીચલી કોર્ટની 6 મહિનામાં સુનાવણી પૂર્ણ કરવા માટે આદેશ કર્યો છે.
જ્ઞાનવાપી મામલે અલ્હાબાદ હાઇકોર્ટે મુસ્લિમ પક્ષને ઝટકો આપ્યો છે. જ્ઞાનવાપી મસ્જિદ અને કાશી વિશ્વનાથ મંદિર મામલે હાઇકોર્ટે મુસ્લિમ પક્ષની તમામ અરજી ફગાવી છે. સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડ અને અંજુમન ઇન્તઝામિયા મસ્જિદ કમિટી દ્વારા કરાયેલી અરજીઓ ફગાવવામાં આવી છે. ટાઈટલ સૂટને પડકારનારી મુસ્લિમ પક્ષની તમામ અરજીઓ ફગાવી હાઈકોર્ટે નીચલી કોર્ટની 6 મહિનામાં સુનાવણી પૂર્ણ કરવા માટે આદેશ કર્યો છે.
આપને જણાવી દઈએ કે, આ મામલે ગત દિવસોમાં સુનાવણી પૂરી થયા બાદ હાઇકોર્ટે 8 ડિસેમ્બરે પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. કુલ 5 અરજી પર સુનાવણી કરવામાં આવી હતી. જ્ઞાનવાપી મસ્જિદ અને કાશી વિશ્વનાથ મંદિર વચ્ચે સ્વામિત્વ વિવાદ મામલે સુનાવણી કરવામાં આવી હતી.