આજે ગોવા મુક્તિ દિવસ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરી
Live TV
-
દર વર્ષે 19 ડિસેમ્બરના રોજ ગોવા મુક્તિ દિવસ ઊજવવામાં આવે છે.
દર વર્ષે 19 ડિસેમ્બરના રોજ ગોવા મુક્તિ દિવસ ઊજવવામાં આવે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગોવા મુક્તિ દિવસ પર શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરી. રાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયા પોસ્ટ પર જણાવ્યું કે, ગોવાને આઝાદ કરાવવા માટે બલિદાન પર શહીદોને રાષ્ટ્ર શ્રદ્ધાંજલી અર્પણ કરી રહ્યું છે. રાષ્ટ્ર સ્વાધીનતા સેનાનીઓ અને સશસ્ત્ર બળોના અનુકરણીય સાહસ અને બલિદાનને નમન કરે છે.
ભારતની આઝાદી પછી પણ અનેક જગ્યાઓ પર વિદેશી તાકતનું શાસન હતું. પોર્ટુગીઝોએ ગોવા પર 450 વર્ષ સુધી શાસન કર્યું હતું. ભારતને 15 ઓગસ્ટ 1947ના રોજ આઝાદી મળી, તેમ છતાં ગોવા પર પોર્ટુગીઝનો કબ્જો હતો. ગોવાને 19 ડિસેમ્બર 1961ના રોજ આઝાદી મળી, ત્યારથી દર વર્ષે 19 ડિસેમ્બરના રોજ ગોવા મુક્તિ દિવસ તરીકે ઊજવવામાં આવે છે.