લોકસભામાં આજે રજૂ કરાયેલા બે વિધેયકો મંજૂર
Live TV
-
વિપક્ષના હોબાળા વચ્ચે લોકસભામાં આજે રજૂ થયેલા બે વિધેયકને મંજૂરી મળી ગઇ હતી. લોકસભામાં આજે ચર્ચાને અંતે દિલ્હી કાયદો વિશેષ જોગવાઈ દ્વિતીય સુધારા વિધેયક 2023 પસાર થયું હતું. આ ઉપરાંત, સીજીએસટી દ્વિતીય (સુધારા) વિધેયક 2023 પણ લોકસભામાં પસાર થયું હતું. વિધેયકમાં ઝુંપડીઓમાં બહેતર સુવિધા આપવાની સાથોસાથ અનિયમિત કોલોનીઓને નિયમિત કરવાની પણ જોગવાઇ છે. આ વિધેયક રાજ્યસભામાં પણ પસાર થયું હતું.
આ ઉપરાંત લોકસભામાં ભારતીય ન્યાય સંહિતા દ્વિતીય સુધારા 2023 ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા દ્વિતીય સુધારા-2023 તેમજ ભારતીય સાક્ષ્ય, દ્વિતીય સુધારા વિધેયક 2023 પર લોકસભામાં ચર્ચા ચાલી રહી છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આ વિધેયક ચર્ચા કરીને પસાર કરવા રજૂ કર્યા હતા. નાણા મંત્રી નિર્મલા સીતારામને કેન્દ્રીય માલ અને સેવા કર દ્વિતીય સુધારા વિધેયક 2023 તેમજ કરનું કામ ચલાઉ સંગ્રહ વિધેયક-2023 ચર્ચા કરીને પસાર કરાવવા દરખાસ્ત મુકી હતી. રાજ્યસભામાં આજે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારામને વિનિયોગ વિધેયક ક્રમ 3-2023 અને વિનિયોગ વિધેયક ક્રમ 4-2023 ને ચર્ચા બાદ પરત લોકસભામાં મોકલવાનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો