ભારતીય અર્થવ્યવસ્થા 7.4 ટકા ના દરે વૃદ્ધિ પામશે-IMF
Live TV
-
આર્થિક મોરચે ભારત માટે સારા સમાચાર
આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળે જણાવ્યું છે ,કે, વર્તમાન નાણાકીય વર્ષ માં ,ભારતીય અર્થવ્યવસ્થા ,7.4 ટકા ના દરે ,વૃદ્ધિ પામશે. આગામી વર્ષ માટે પણ ,I.M.F.એ ઉંચા વિકાસ દર નો અંદાજ માંડ્યો છે. આંતરરાષ્ટ્રીય સંસ્થાના જણાવ્યા મુજબ ,નોટ બંધી ,અને જી.એસ.ટી.ના ,હકારાત્મક પ્રભાવ ને કારણે ,ભારતીય અર્થતંત્ર, આવતા વર્ષે ,7.8 ટકા ના વિકાસ દર સાથે, આગળ વધશે. I.M.F.નું કહેવું છે ,કે, ગ્લોબલ ગ્રોથ માં ,ભારત ,અને ચીન ના અર્થતંત્ર નું, સૌથી વધુ ,ત્રણ ચતુર્થાંશ પ્રદાન છે.એશિયન ડેવલપમેન્ટ બેંક ના,મુખ્ય અર્થશાસ્ત્રી ,યુસુ યુકી સવાદા એ જણાવ્યું છે ,કે, વર્ષ 2018-19 માટે ,ભારત નો ,અંદાજીત વિકાસ દર ,આશ્ચર્યજનક રીતે ,7 ટકા થી વધુ છે.અર્થતંત્ર ,આ જ રીતે વિકાસ પામતું રહેશે ,તો ભારત નો વિકાસ દર ,આગામી 10 વર્ષમાં ,બમણો થઈ જશે.એ.ડી.બી.ના ,અંદાજ મુજબ ,ભારત ,વર્ષ 2018-19 માં ,7.3 અને વર્ષ 2019-20માં 7.6 ટકાના દરે ,વૃદ્ધિ પામશે.