ઉત્તરપ્રદેશમાં આગામી 24 કલાકમાં વાવાઝોડુ ત્રાટકવાની આગાહી
Live TV
-
સહારનપુર, મુઝફ્ફરનગર, બિજનૌર, સિદ્ધાર્થનગર અને બલરામપુરમાં એલર્ટ
હવામાન વિભાગે, ઉત્તર પ્રદેશ ના ,પશ્ચિમ અને પૂર્વના અનેક જિલ્લા માં ,આગામી 24 કલાક દરમિયાન, વાવાઝોડું ત્રાટકવા ની ,ચેતવણી આપી છે. આ વિસ્તારો માં ,સહરાન પુર, મુઝફ્ફરનગર, બિજનૌર, સિદ્ધાર્થનગર ,અને બલરામપુર વિસ્તારનો ,પણ સમાવેશ થાય છે. રાજ્ય સરકારે, હવામાન વિભાગની ચેતવણી ને જોતાં ,વહીવટીતંત્ર ને ,સાવચેતી ના ,પગલાં લેવા કહ્યું છે. બુધવારે ,રાજ્યના નવ જિલ્લા માં ફૂંકાયેલી ,આંધી ,અને ભારે વરસાદ ને કારણે ,18 લોકો ના ,મૃત્યુ થયા હતા.ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર ,અને હિમાચલ પ્રદેશ માં પણ ,આગામી બે દિવસ દરમિયાન ,વાવાઝોડુ ફૂંકાવા સાથે ,વરસાદ પડી શકે છે. રાજસ્થાન ના ,કેટલાક વિસ્તારો માં ,પવન ફૂંકાવાની આશંકા છે. પંજાબ , હરિયાણા ક્ષેત્ર માં ,ગઈકાલે ફૂંકાયેલી આંધી ,અને વરસાદે ,સામાન્ય જન જીવન ને, પ્રભાવિત કર્યું હતું.