ભારતીય ખેલ પ્રાધીકરણ SAIના સત્તાવાર કાર્યાલય પર CBIના દરોડા, નિદેશક સહિત છ વ્યક્તિઓની ધરપકડ
Live TV
-
કેન્દ્રીય રમતગમત મંત્રી કર્નલ રાજ્યવર્ધન રાઠોડે જણાવ્યું હતું કે, સરકાર ભ્રષ્ટાચાર મુક્ત શાસન માટે પ્રતિબદ્ધ છે. એટલે જ્યારે રમતગમત વિભાગમાં ભ્રષ્ટાચારની જાણ થઈ તો સંબંધીત એજન્સીના માધ્યમથી તેની સામે કાર્યવાહી કરીને તેની ધરપકડ કરવામાં આવી હતી
સીબીઆઈએ ગઈકાલે ભારતીય ખેલ પ્રાધીકરણ SAIના સત્તાવાર કાર્યાલય ઉપર દરોડા પાડ્યા હતા અને નિદેશક સહિત છ વ્યક્તિઓની ધરપકડ કરી હતી. સીબીઆઈ સુત્રોએ જણાવ્યું હતું કે, બે મહિના પહેલા અહેવાલ મળ્યો હતો કે, સંગઠન અંદર કેટલીક વ્યક્તિઓ દ્વારા લાંચ લેવામાં આવી હતી. ફરિયાદ બાદ SAIએ સીબીઆઈને તપાસ શરૂ કરવા કહ્યું હતું.