ભારતીય ચૂંટણી પંચની ટીમ આજથી પશ્ચિમ બંગાળના ત્રણ દિવસીય પ્રવાસે
Live TV
-
ભારતીય ચૂંટણી પંચની ટીમ આજથી પશ્ચિમ બંગાળના ત્રણ દિવસીય પ્રવાસે
ભારતીય ચૂંટણી પંચની ટીમ લોકસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા આજથી પશ્ચિમ બંગાળના ત્રણ દિવસીય પ્રવાસે છે. ચૂંટણી પંચની ટીમ કોલકાતામાં મુખ્ય ચૂંટણી અધિકારી સાથે બેઠક કરશે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું, કે કમિશનની ટીમની મુલાકાતનો હેતુ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અને ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવાનો છે. સોમવારે ચૂંટણી પંચ બંગાળના તમામ રાજકીય પક્ષો સાથે બેઠક કરશે. આ ઉપરાંત તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષક સાથે પણ ચર્ચા કરવામાં આવશે.