2024 લોકસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ 195 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીથી લડશે ચૂંટણી
Live TV
-
28 મહિલાને ટિકિટ આપવામાં આવી જ્યારે 50 વર્ષથી ઓછી ઉમરના 47 યુવાનોને ટિકિટ આપવામાં આવી
લોકસભા ચૂંટણી સંદર્ભે ભાજપે તેના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ અંગે દિલ્હી ખાતે પત્રકાર પરિષદમાં ભાજપના મહાસચિવ વિનોદ તાવડેએ 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. જેમા 195 જેટલા ઉમેદવારોની નામ જાહેર કરવામાં આવ્યા છે. આ યાદીમાં ભાજપના દિગ્ગજ નેતાઓ અને મંત્રીઓનો સમાવેશ છે. જેમા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાજનાથસિંહ, અમિત શાહ સહિતના દિગ્ગજોના નામ સામેલ છે. 34 કેન્દ્રીય મંત્રી અને રાજ્ય મંત્રીનો આ યાદીમાં સમાવેશ કરાયો છે. જેમા 28 મહિલાને ટિકિટ આપવામાં આવી છે. 50 વર્ષથી ઓછી ઉમરના 47 યુવાનોને ટિકિટ આપવામાં આવી છે. ગુજરાતની 15 સીટોના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. જ્યારે અસમની 14 પૈકી 11 સીટોની જાહેરાત કરવામાં આવી છે. દિલ્હીની 5 સીટો જાહેર કરવામાં આવી છે. જમ્મુકાશ્મીર 2, ગોવા 1 ત્રિપુરા 1, અંદામાન નિકોબાર 1, દીવ અને દમણ 1ની 1 બેઠક જાહેર કરવામાં આવી છે.
ઉત્તર પ્રદેશ બેઠકની વાત કરીએ તો બનારસથી પીએમ મોદી સહિત આ વખતે હેમામાલિનીની સીટ બદલવામાં આવી છે. હેમા માલિનીને મથુરાના બદલે સંભલથી ટિકિટ અપાઈ છે. ખીરીથી અજય મિશ્રા ટેનીને ટિકિટ આપવામાં આવી છે. અજય મિશ્રા કિસાન આંદોલન સમયે તેમના પુત્ર આશિષને કારણે ઘણા વિવાદોમાં રહ્યા હતા. તેમને ખીરીથી ટિકટ આપવામાં આવી છે. એક સમયે સમાજવાદી પાર્ટીનો ગઢ ગણાતી રામપુર બેઠક પરથી ભાજપે ઘનશ્યામ મોદીને ટિકિટ આપી છે.જ્યારે એટાથી રાજુભૈયા ઉર્ફે રાજવીરસિંહને ટિકિટ આપવામાં આવી છે.