PM મોદીએ બિહારના ઔરંગાબાદમાં 21 હજાર કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું
Live TV
-
પ્રધાનમંત્રીએ નમામી ગંગે હેઠળ 2190 કરોડથી વધુના મૂલ્યની 12 પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું જેમાં પટના, સોનેપુર, નૌગાચિયા અને છપરામાં સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનો સમાવેશ થાય છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળ બાદ બિહાર પહોંચ્યા હતા જ્યા તેમણે વિવિધ વિકાસના પ્રોજેક્ટનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કર્યુ હતુ. ઔરંગાબાદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 21,000 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યની વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. તેમણે 18,000 કરોડ રૂપિયાથી વધુની કિંમતના નેશનલ હાઈવે પ્રોજેક્ટના કામનું ઉદ્ઘાટન અને શરૂઆત કરી. તેમણે દક્ષિણ અને ઉત્તર બિહારને જોડતા ગંગા નદી પરના 6 લેન પુલનો શિલાન્યાસ કર્યો. તે હાલના જેપી ગંગા સેતુની સમાંતર બનાવવામાં આવશે.
પ્રધાનમંત્રીએ રાજ્યમાં ત્રણ રેલવે પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યા જેમાં પાટલીપુત્ર-પહલેજા લાઇનને બમણી કરવી અને બંધુઆ અને પાયમાર વચ્ચે 26 કિલોમીટર લાંબી નવી રેલ લાઇનનો સમાવેશ થાય છે.
પ્રધાનમંત્રીએ નમામી ગંગે હેઠળ 2190 કરોડથી વધુના મૂલ્યની 12 પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું જેમાં પટના, સોનેપુર, નૌગાચિયા અને છપરામાં સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ ગંગાની સ્વચ્છતાને વેગ આપશે.
પ્રધાનમંત્રીએ પટનામાં યુનિટી મોલનો શિલાન્યાસ પણ કર્યો હતો. તે 213 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બાંધવામાં આવશે અને એનડીએ સરકારના એક જિલ્લા, એક ઉત્પાદનના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને વેગ આપશે.