Skip to main content
Settings Settings for Dark

ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં નેશનલ અર્બન કો-ઓપરેટિવ ફાયનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડની શરૂઆત કરી

Live TV

X
  • આ અમ્બ્રેલા સંગઠનને શહેરી સહકારી બેંકિંગ ક્ષેત્ર માટે સ્વ-નિયમનકારી સંસ્થા (SRO) તરીકે કામ કરવાની મંજૂરી આપવામાં આવશે

    કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે શહેરી સહકારી બેંકો માટેના અમ્બ્રેલા સંગઠન નેશનલ અર્બન કોઓપરેટિવ ફાયનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (NUCFDC) નું ઉદ્ઘાટન કર્યું

    NUCFDC ને, નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપની (NBFC) તરીકે કામ કરવા માટે ભારતીય રિઝર્વ બેંક તરફથી નોંધણીનું પ્રમાણપત્ર (COR) પ્રાપ્ત થયું છે. આ અમ્બ્રેલા સંગઠનને શહેરી સહકારી બેંકિંગ ક્ષેત્ર માટે સ્વ-નિયમનકારી સંસ્થા (એસઆરઓ) તરીકે કામ કરવાની મંજૂરી આપવામાં આવશે. આ છત્ર સંસ્થાની સ્થાપના સહકારી બેંકો માટે વિશિષ્ટ કાર્યો અને સેવાઓ સુનિશ્ચિત કરશે. આ બેંકો અને નિયમનકારો વચ્ચેના સંચારને સરળ બનાવશે અને શહેરી સહકારી બેંકોના પડકારો, જેમ કે જૂના ટેકનોલોજી પ્લેટફોર્મ અને મર્યાદિત સેવા ઓફરિંગ ને દુર કરવામાં આવશે

    એનયુસીએફડીસી ના ચેરમેન જ્યોતિન્દ્ર મહેતાએ જણાવ્યું છે કે, અમ્બ્રેલા સંસ્થા શહેરી સહકારી બેંકિંગ ક્ષેત્ર માટે સ્વ-નિયમનકારી સંસ્થા તરીકે પણ કાર્ય કરશે. આરબીઆઈ દ્વારા એનયુસીએફડીસી ને આપવામાં આવેલી મંજૂરીમાં સભ્ય યુએસબી ને ભંડોળ-આધારિત અને બિન-ફંડ-આધારિત સેવાઓ અને અત્યાધુનિક આઈટી સપોર્ટની શ્રેણી પૂરી પાડવાની કલ્પના કરવામાં આવી છે.

    જ્યોતિન્દ્ર મહેતાએ વધુમાં માહિતી આપી હતી કે,NUCFDC નું સંચાલન બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને સીઈઓ દ્વારા કરવામાં આવશે, જેમણે પોતપોતાના ક્ષેત્રોમાં નિપુણતા સાબિત કરી છે અને આરબીઆઈ દ્વારા નિર્ધારિત ધોરણો અનુસાર નિમણૂક કરવામાં આવી છે. કંપની અધિનિયમની જોગવાઈઓ અનુસાર અત્યાધુનિક આઈટી પ્લેટફોર્મ પર અત્યાધુનિક ટેકનોલોજી દ્વારા સંચાલિત સંસ્થામાં ડોમેન જ્ઞાન ધરાવતા વ્યાવસાયિકો દ્વારા રોજ-બરોજની કામગીરીનું સંચાલન કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 14-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 15-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 16-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 17-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-12-2024 Max Temp : °C Min Temp : °C
apply