પ્રધાનમંત્રી મોદી સમગ્ર દેશ માટે 1 લાખ 48 હજાર કરોડના તેલ અને ગેસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે
Live TV
-
આ પ્રોજેક્ટ દેશના વિવિધ રાજ્ય બિહાર, આંધ્રપ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર, પંજાબ અને કર્ણાટકમાં સ્થિત છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહારના ઔરંગાબાદ અને બેગુસરાઈમાં 48 હજાર કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી બેગુસરાઇમાં બરૌનીથી સમગ્ર દેશ માટે 1 લાખ 48 હજાર કરોડના તેલ અને ગેસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે. આ પ્રોજેક્ટ બિહાર, આંધ્રપ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર, પંજાબ અને કર્ણાટકમાં સ્થિત છે. પ્રધાનમંત્રી મોદી ઔરંગાબાદ અને બેગુસરામાં બે જાહેરસભાઓને પણ સંબોધિત કરશે. ઔરંગાબાદમાં પ્રધાનમંત્રી 21 હજાર ચારસો કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. શ્રી મોદી રૂ. 18 હજાર કરોડથી વધુના રાષ્ટ્રીય ધોરીમાર્ગના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ઉદ્ઘાટન પણ કરશે. તેઓ દક્ષિણ અને ઉત્તર બિહારને જોડતી ગંગા નદી પર છ માર્ગીય પુલનો શિલાન્યાસ કરશે.
પ્રધાનમંત્રી રાજ્યમાં ત્રણ રેલવે પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે. તેઓ નમામી ગંગે હેઠળ રૂ. 2,190 કરોડથી વધુની કિંમતના 12 પ્રોજેક્ટ નો પ્રારંભ કરાવશે . તેનાથી ગંગા નદીની સફાઈ ઝડપી બનશે. પ્રધાનમંત્રી પટનામાં યુનિટી મોલનો શિલાન્યાસ પણ કરશે બરૌની ખાતે તેઓ હિન્દુસ્તાન ઉર્વરક રસાયણ લિમિટેડનો ખાતર પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે. તથા બરૌની રિફાઇનરી પ્રોજેક્ટના વિસ્તરણ કાર્યનો શિલાન્યાસ પણ કરશે. તેઓ બેગુસરાઈમાં ભારત લાઈવસ્ટોક ડિજિટલ ડેટા બેઝ પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે.