પશ્ચિમ બંગાળમાં PM મોદીએ 15 હજાર કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું કર્યુ લોકાર્પણ અને ભૂમિપૂજન
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પશ્ચિમ બંગાળના પ્રવાસનો બીજો દિવસ છે. નાદિયાના કૃષ્ણાનગરમાં 15 હજાર કરોડની વિકાસની પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. જેમાં વીજળી,રેલ અને રસ્તાની પરિયોજનાઓનોઓ સમાવેશ થાય છે. પુરુલિયા જિલ્લામાં રઘુનાથપુર થર્મલ પાવર સ્ટેશન ફેઝ-2નો શિલાન્યાસ તથા મેજિયા થર્મલ પાવર સ્ટેશનની યુનિટ 7 અને 8ની ફ્લુ ગેસ ડી સલ્ફરાઇઝેશન પ્રણાલીનું ઉદ્ઘાટન કર્યુ હતું.
એનએચ-12ના ફરક્કા રાયગંજ ખંડનો ફોર લેન રોડ પરિયોજનાનું પણ ઉદ્ઘાટન કર્યુ હતું. આ ઉપરાંત 4 રેલવે પરિયોજના પણ રાષ્ટ્રને સમર્પિત કરી હતી.. જે બાદ પ્રધાનમંત્રી રોડ શૉ યોજીને સભા સ્થળે પહોંચ્યા હતા. સભા સંબોધન દરમિયાને પ્રધાનમંત્રીએ ટીએમસી પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે ટીએમસી સરકાર સ્કીમને સ્કેમમાં બદલવાની માસ્ટરી ધરાવે છે. આ સાથે અબકી બાર મોદી સરકારના નારા સાથે તમામ 42 સીટ પર કમળ ખીલવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
જનસભાને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ પહેલા કહ્યું, 'આ ભૂમિ ભગવાન કૃષ્ણની ભક્તિના સર્વોચ્ચ ઉપદેશક ચૈતન્ય મહાપ્રભુનું જન્મસ્થળ છે. હું ચૈતન્ય મહાપ્રભુના ચરણોમાં નમન કરું છું. આ મારું સદ્ભાગ્ય છે કે થોડા દિવસ પહેલા જ મને સમુદ્રના ઊંડાણમાં જવાનો અને ભગવાન શ્રીકૃષ્ણની પ્રાચીન ભૂમિ દ્વારકા નગરીને પ્રણામ કરવાનો લહાવો મળ્યો, જેની સ્થાપના ભગવાન શ્રીકૃષ્ણએ કરી હતી અને જે ડૂબી ગઈ હતી. સમુદ્રની અંદર.