ભારતીય જવાન ઔરંગઝેબની આતંકીઓએ કરી હત્યા, ગામમાં ન મનાવી કોઈએ ઈદ
Live TV
-
ઔરંગઝેબ 44 રાષ્ટ્રીય રાઈફલ્સના જવાન હતા. તેઓ રમજાન ઈદ પરિવાર સાથે ,મુબારક કરવા જઈ રહ્યા હતા.
ઔરંગઝેબ 44 રાષ્ટ્રીય રાઈફલ્સના જવાન હતા. તેઓ રમજાન ઈદ પરિવાર સાથે ,મુબારક કરવા જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં જ હિઝબુલ મુઝાહિદ્દીનના આતંકવાદીઓએ કાલામપોરા વિસ્તારમાં તેમનું અપહરણ કર્યું હતું. સેના અને અધિકારીઓની અતિ સંવેદનશીલ માહિતી માંગી પણ ન મળતા આતંકવાદીઓએ ઔરંગઝેબને મોત માળા પહેરાવી દીધી હતી.
નોંધનીય છે કે, કુખ્યાત આતંકવાદી સમીર ટાયગર વિરુદ્ધ ,ભારતીય સેનાના કરેલા ઓપરેશનમાં મેજર શુક્લા સાથે ઓરંગઝેબ પણ સામેલ હતા. ભારતીય જવાનની વીરતા અને દેશની સુરક્ષા ખાતર પ્રાણની આહુતી આપતા શહિદ ઓરંગઝેબની અંતિમ યાત્રામાં ,મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અને શહિદ ઓરંગઝેબ અમર રહો ,અને ભારતીય સેના ઝિન્દાબાદના નારા, લગાવ્યાં હતા. જવાનના મોતથી દુઃખી સમગ્ર ગામમાં કોઈએ ઈદ મનાવી ન હતી.
