Skip to main content
Settings Settings for Dark

પત્રકાર શૂજાત બુખારીની હત્યા મામલે એકની ધરપકડ

Live TV

X
  • રાઇઝિંગ કાશ્મીરના તંત્રી સુજાત બુખારીની હત્યા મામલે, ચાર શંકાસ્પદ શખ્સમાંથી એક શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે.

    જમ્મુ કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં, પીઢ પત્રકાર અને રાઇઝિંગ કાશ્મીરના તંત્રી સુજાત બુખારીની હત્યા મામલે, ચાર શંકાસ્પદ શખ્સમાંથી એક શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે. હત્યાના મામલે તપાસ કરવા માટે, SITની રચના કરવામાં આવી છે.

    શુક્રવારે અજાણ્યા બંદૂકધારીઓએ, સુજાત બુખારીની હત્યા કરી હતી. તેમની હત્યા તેમની ઑફિસની બહાર જ થઈ હતી. હુમલામાં , તેમના પીએસઓનું પણ ,મોત થયું છે. ઇફ્તાર પાર્ટી માટે ,તેઓ તેમની ઑફિસમાંથી નીકળી રહ્યા હતા ત્યારે તેમના પર પ્રેસ કોલોનીમાં ,હુમલો કરાયો હતો. હુમલા પછી ,તેમને હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં તેમનું મોત થયું હતું.

    સુજાત બુખારીની અંતિમ ક્રિયા તેમના પૈતૃક ગામમાં કરવામાં આવી હતી. અંતિમ યાત્રામાં અનેક લોકો જોડાયા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રી, રાજનાથ સિંહે, ઘટનાની સખત નિંદા કરી છે અને પીડિત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

    રાજનાથ સિંહે ,ટ્વીટમાં જણાવ્યું હતું, કે રાઇઝિંગ કાશ્મીરના સંપાદક ,સુજાત બુખારીની હત્યા, એક કાયરતા પૂર્ણ કૃત્ય છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રીરાજ્યવર્ધનસિંહ રાઠોડે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું. જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફતીએ પણ ટ્વીટ કરીને, ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું છે, કે સુજાત બુખારીની હત્યાથી ,હું દુઃખી છું. ઇદ પહેલાં આંતકનો ખૂંખાર ચહેરો ,ફરી એકવાર સામે આવ્યો છે.

    આ પ્રકારની હિંસાની, હું કડક શબ્દોમાં નિંદા કરૂ છું અને સુજાત બુખારીના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરૂ છું. મારી સંવેદના ,તેમના પરિવાર સાથે છે. કેન્દ્રિય મંત્રી અરૂણ જેટલીએ પણ ટ્વીટ કરીને ઘટના અંગે ,દુ:ખ વ્યક્ત કરતાં, આતંકી કૃત્ય પ્રત્યે ,રોષ વ્યક્ત કર્યો છે અને પીડિત પરિજનો પ્રત્યે ,સંવેદના વ્યક્ત કરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply