Skip to main content
Settings Settings for Dark

ભારતીય તટરક્ષક દળને IMO લંડન દ્વારા ‘સર્ટિફિકેટ ઓફ કમેન્ડેશન’ એનાયત કરાયું

Live TV

X
  • ભારતીય તટરક્ષક દળના હિંમતવાન અધિકારીઓ અને કર્મી કમાન્ડન્ટ બી. ભટ્ટ, પ્રધાન અધિકારી સતિષ, નાવિક અભિષેક તોમર અને નાવિક કૌશિક કૌટિયાલે 03 સપ્ટેમ્બર 2020 ના રોજ શ્રીલંકાના દરિયાકાંઠા ક્ષેત્રમાં આગની જ્વાળાઓમાં લપેટાયેલા MT ન્યૂ ડાયમંડ જહાજના અગ્નિશમન ઓપરેશન દરમિયાન તેમની કૌશલ્યપૂર્ણ કામગીરી કરીને જે પ્રકારે હિંમતભર્યું કાર્યપ્રદર્શન કર્યું તેને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય મેરિટાઇમ સંગઠન (IMO) દ્વારા ભારતીય તટરક્ષક દળને “સર્ટિફિકેટ ઓફ કમેન્ડેશન” એનાયત કરવામાં આવ્યું છે. IMO નું વડુમથક યુનાઇટેડ કિંગડમના લંડન ખાતે આવેલું છે.
    આ જહાજ જોખમી જ્વલનશીલ સામન લઇને કિનારા તરફ આગળ વધી રહ્યું હતું, ત્યારે તેમાં આગ લાગતા દુર્ઘટનાનો ભોગ બન્યું હતું. ભારતીય તટરક્ષક દળ દ્વારા કરવામાં આવેલી આ બચાવ કામગીરી માટે સક્રિય અભિગમની દિશામાં IMO ની વૈશ્વિક સ્વીકૃતિ ભારતીય તટરક્ષક દળના સમુદ્રી પર્યાવરણનું રક્ષણ કરવાના અને પડોશી રાષ્ટ્રો સાથે મળીને સહિયારો ઉકેલ લાવવાના સામર્થ્યનો પુનરોચ્ચાર કરે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply