Skip to main content
Settings Settings for Dark

ભારતીય નૌકાદળ અને NCB ના સંયુક્ત ઓપરેશનમાં મધદરિયે ઝડપાયું 763 કિલો જેટલું ડ્રગ્સ

Live TV

X
  • જપ્ત થયેલા ડ્રગ્સની વૈશ્વિક બજારમાં અંદાજિત કિંમત 2000 કરોડ રૂપિયા

    ભારતીય નૌકાદળ અને એનસીબી દ્વારા મધદરિયે આયોજન કરાયેલ સંયુક્ત ઓપરેશનમાં NCB ના અધિકારીઓએ સફળતાપૂર્વક 529 કિલો જેટલું હશીશ, 234 કિલો જેટલું ક્રિસ્ટલ મેથામ્ફેટામાઇન અને થોડી માત્રામાં હેરોઈનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ ઓપરેશનમાં જપ્ત કરાયેલા કુલ 763 કિલો જેટલા ડ્રગ્સની કિંમત વૈશ્વિક બજારમાં આશરે 2000 કરોડ રૂપિયા આંકવામાં આવી છે.
    આ પ્રકારનું આ પ્રથમ ઓપરેશન છે, જેમાં માત્ર આશંકાના આધારે મધદરિયે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. મધદરિયે ડ્રગ્સની હેરફેર સંબંધિત ઇનપુટ
    NCB દ્વારા વિકસાવવામાં આવ્યું હતું. NCB એ આ ઇનપુટ નેવલ ઇન્ટેલિજેન્સ સાથે શેર કરીને બંનેના સંયુક્ત ઉપક્રમે આ ઓપરેશનને પર પાડવામાં આવ્યું હતું. ભારતીય નૌકાદળના સહયોગથી ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ સંજય કુમાર સિંહના નેતૃત્વમાં NCB દ્વારા આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
    આ અંગે વાત કરતા સંજય કુમાર સિંહે જણાવ્યું હતું કે, NCB હેડક્વાર્ટરના સ્પેશિયલ યુનિટ આવા વિવિધ ઇનપુટ પર સતત કામ કરતુ હોય છે.
    ભારતીય નૌકાદળ સાથે મળી ભવિષ્યમાં પણ આવા અનેક ઓપરેશન હાથ ધરવાનો અમારો પ્રયાસ રહેશે. તાજેતરમાં પકડવામાં આવેલા આ ડ્રગ્સના જથ્થાથી બહારના દેશમાં સ્થિત ડ્રગ સિન્ડિકેટ્સ અને ભારત અને અન્ય દેશોમાં ડ્રગ્સ ફેલાવવા માટે દરિયાઈ માર્ગનો ઉપયોગ કરતી ગેંગને મોટો ફટકો પડ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
apply