અમારી સરકાર સત્તામાં આવશે તો અમે યુનિર્ફોમ સિવિલ કોડ લાગુ કરીશું: પુષ્કરસિંહ ધામી
Live TV
-
પહાડી રાજ્ય ઉત્તરાખંડમાં વિધાનસભા ચૂંટણીને લઈને જોર શોરથી પ્રચાર ચાલી રહ્યો છે. વિભિન્ન રાજકીય પક્ષો મતદાતાઓને વાયદા કરી રહ્યા છે. ઉત્તરાખંડનાં મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ કહ્યું છે કે જો અમારી સરકાર ફરીથી સત્તામાં આવશે તો અમે સત્તામાં આવતાની સાથે જ યુનિર્ફોમ સિવિલ કોડ લાગુ કરીશું.
યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા એક કમિટીની રચના કરાશે. આ કમિટીમાં ન્યાયવિદ, સેવાનિવૃત વ્યક્તિઓ તેમજ સમાજનાં બુધ્ધિજીવી લોકો હશે. આ કમિટી ઉત્તરાખંડ રાજ્ય માટે કોમન સિવિલ કોડનાં ડ્રાફ્ટની રચના કરશે.
પુષ્કરસિંહ ધામીએ કહ્યું કે આ યુનિફોર્મ સિવિલ કોડમાં વિવાહ, છૂટાછેડા, મિલ્કત અને વારસદાર જેવા વિષયમાં રાજ્યનાં દરેક નાગરિકને સમાન હક મળશે. દરેક ધર્મનાં લોકો માટે એક નિયમ હશે.રાજ્યનાં તમામ નાગરિકને સમાન અધિકારનું બળ મળશે. યુનિફોર્મ સિવિલ કોડ સંવિધાન નિર્માતાનાં સપના પૂરા કરવાની દિશામાં એક પ્રભાવી પગલું હશે.