ભારતનાં આંતરિક મુદ્દાઓ અંગે અન્ય દેશોની ટિપ્પણી આવકાર્ય નથી: વિદેશ મંત્રાલય
Live TV
-
છેલ્લાં કેટલાંક દિવસથી ડ્રેસ કોડનો મુદ્દો ચર્ચામાં છે ત્યારે આ મુદ્દા સંદર્ભે સરકારે પોતાની સખત અને મજબૂત વિચારધારા રજૂ કરી છે. આ સંદર્ભે ભારતનાં આંતરિક મુદ્દાઓ અંગે અન્ય દેશોની ટિપ્પણી આવકાર્ય ન હોવાનું વિદેશમંત્રાલયે કહ્યું છે કે, કર્ણાટકની કેટલીક શૈક્ષણિક સંસ્થાઓમાં ડ્રેસ કોડ અંતર્ગત કેટલાક દેશો દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીના પગલે નિવેદન આપવામાં આવ્યું છે. જે માટે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ આજે કહ્યું હતું કે, કર્ણાટકની કેટલીક શૈક્ષણિક સંસ્થાઓમાં ડ્રેસ કોડ અંગેનો મામલો કર્ણાટકની વડી અદાલત દ્વારા ન્યાયિક તપાસ હેઠળ છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ આ અંગે વધુમાં કહ્યું હતું કે, દેશનું બંધારણીય માળખું તેમજ લોકતાંત્રિક સિદ્ધાંતો અને રાજનિતી એવા સંદર્ભ છે જેમાં મુદ્દાઓ ઉપર વિચાર કરીને તેનું નિરાકરણ કરવામાં આવે છે. જેઓ ભારતને સારી રીતે જાણે છે તેઓ આ વાસ્તવિકતાઓને યોગ્ય રીતે સમજે છે તેવું પણ તેમણે ઉમેર્યું હતું.