SMILE સ્કીમ: દિલ્હી ખાતે ટ્રાન્સ જેન્ડર અને ભિખારીઓ માટે 2021 થી 26 સુધી 365 કરોડ રૂ. ફાળવણી
Live TV
-
ટ્રાન્સ જેન્ડર (કિન્નર) લોકોને કાર્યસ્થળ, જાહેર આવાસ અને આરોગ્ય સંભાળમાં ભેદભાવનો સામનો કરવો પડે છે. ઘણી જગ્યાએ, તેઓ ભેદભાવને કારણે વિભિન્ન લાભોથી વંચિત રહે છે. આ જ પ્રકારે ભિખારીઓને પણ કોઈ સહાય કે મદદ મળતી નથી. અન્ય સમુદાય અને પ્રજાજનોને મળતા લાભો સમાન લાભ ટ્રાન્સ જેન્ડર (કિન્નર) તેમજ ભિખારીઓને પણ સમાનરીતે અધિકારો અને સેવાઓ મળે તે હેતુ સરકાર દ્વારા સહાય જાહેર કરવામાં આવી છે.
સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી ડૉ. વીરેન્દ્ર કુમારે કહ્યું છે કે સરકાર ટ્રાન્સ જેન્ડર સમુદાય અને ભીખ માંગવાના કાર્યમાં રોકાયેલા લોકોમાં આત્મવિશ્વાસ અને સુરક્ષાની ભાવના લાવવા માટે પ્રતિબદ્ધ છે. આજે નવી દિલ્હીમાં આ સમુદાય માટે કેન્દ્રની મહત્વાકાંક્ષી SMILE- SMILE- Support for Marginalized Individual for the Living and Enterprise- યોજનાનું ઉદ્ઘાટન કર્યા બાદ બોલતા, ડૉ. વીરેન્દ્ર કુમારે કહ્યું કે કૌશલ્ય પ્રશિક્ષણ અને આધુનિક શિક્ષણ સાથેની આ યોજના ચોક્કસપણે ટ્રાન્સ જેન્ડર સમુદાયને મુખ્ય પ્રવાહ સાથે આગળ વધવા સક્ષમ બનાવશે. અને આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સબકા સાથ સબકા વિકાસના ધ્યેયને દર્શાવે છે.
સરકારની આ યોજના છે જે ટ્રાન્સ જેન્ડર સમુદાય અને ભીખ માંગવાના કાર્યમાં રોકાયેલા લોકોને કલ્યાણના પગલાં પ્રદાન કરવા માટે રચાયેલ છે.
મંત્રાલયે આ યોજના માટે 2021-22 થી 2025-26 સુધી 365 કરોડ રૂપિયા ફાળવ્યા છે. તેમાં બે પેટા યોજનાઓનો સમાવેશ થાય છે - 'ટ્રાન્સ જેન્ડર વ્યક્તિઓના કલ્યાણ માટે વ્યાપક પુનર્વસન માટે કેન્દ્રીય ક્ષેત્રની યોજના' અને 'ભીખ' માગવાના કાર્યમાં રોકાયેલા વ્યક્તિઓના વ્યાપક પુનર્વસન માટે કેન્દ્રીય ક્ષેત્રની યોજના.
ટ્રાન્સ જેન્ડર વ્યક્તિના કલ્યાણ માટે વ્યાપક પુનર્વસન યોજના હેઠળ, ટ્રાન્સ જેન્ડર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ પ્રદાન કરવાની જોગવાઈ છે. સમયસર નોંધણી, તપાસ અને ગુનાઓની કાર્યવાહી સુનિશ્ચિત કરવા ટ્રાન્સ જેન્ડર પ્રોટેક્શન સેલની સ્થાપનાની જોગવાઈ પણ છે.
ભીખ માગવાના કાર્યમાં રોકાયેલા વ્યક્તિઓના વ્યાપક પુનર્વસન હેઠળ, અમલીકરણ એજન્સીઓ દ્વારા લાભાર્થીઓનું સર્વેક્ષણ અને ઓળખ હાથ ધરવામાં આવશે.
આ યોજના લક્ષિત જૂથને જરૂરી કાનૂની રક્ષણ અને સુરક્ષિત જીવનનું વચન આપે છે.