Skip to main content
Settings Settings for Dark

દેશમાં કોરોના સંક્રમણમાં સતત ઘટાડો; છેલ્લા 24 કલાકમાં નોંધાયા 50,407 નવા કેસ

Live TV

X
  • દેશભરમાં કોરોનાના કેસોમાં તેમજ સંક્રમણમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કોરોનાના 50,407 નવા કેસ નોંધાયા છે. જેની સામે છેલ્લા 24 કલાકમાં 1,36,962 દર્દીઓ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા છે, તેમજ 804 લોકોના કોરોનાના કારણે મૃત્યુ થયા છે. જ્યારે દેશમાં હાલ સક્રિય કેસની સંખ્યા 6,10,443 એ પહોંચી છે. દેશભરમાં અત્યારસુધીમાં કુલ 4,14,68,120 દર્દીઓ સફળતા પૂર્વક કોરોના મહામારીને મ્હાત આપી છે.

    કોરોના મહામારીના સંક્રમણમાં ઘટાડો લાવવામાં રસીકરણ અભિયાનનો મહત્વનો ફાળો રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન જ દેશમાં 46,82,662 લોકોને કોરોના વિરોધી રસી આપવામાં આવી છે. જ્યારે અત્યારસુધીમાં કોરોના રસીના કુલ 1,72,29,47,688 કરોડથી પણ વધુ ડોઝ આપવામાં આવ્યા છે.
    કોરોના ટેસ્ટિંગનો દર પણ હાલમાં વધારવામાં આવ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન  14,50,532 લોકોના કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે, જ્યારે અત્યારસુધીમાં કુલ 74,93,20,579 કરોડથી વધુ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
apply