દેશમાં સતત ત્રીજા દિવસે કોરોનાના નવા કેસ અને મૃત્યુ આંકમાં જોવા મળ્યો ઘટાડો
Live TV
-
સમગ્ર દેશમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 58,077 કેસ નોંધાયા છે. 24 કલાકમાં કોરોનાના કારણે દેશમાં 657 વધુ દર્દીના મૃત્યુ થયા છે. દેશભરમાં કોરોના કારણે અત્યાર સુધીમાં 5,07,177 લોકોના મોત થયા છે. દેશભરમાં અત્યારે 6,97,802 સક્રિય કેસ છે. દેશમાં 24 કલાકમાં 1,50,407 દર્દીઓ #COVID19થી સાજા થયા છે. અત્યાર સુધી દેશભરમાં કુલ 4,13,31,158 દર્દી #COVID19થી સ્વસ્થ થયા છે. દેશભરમાં 24 કલાકમાં 48,18,867 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. અત્યાર સુધી દેશમાં કુલ કોરોના રસીના 1,71,79,51,432 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. 24 કલાકમાં 14,91,678 લોકોના કોરોનાના ટેસ્ટ દેશભરમાં કરવામાં આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 74,78,70,047 કરોડથી વધુ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે પોઝિટીવીટીનો દર ઘટીને 4 ટકાથી પણ ઓછો થઈ ગયો છે.
દેશમાં સૌથી વધુ સક્રિય કેસ કેરળમાં છે. હાલ દેશમાં સક્રિય કેસ 6.88 લાખ છે. આમાંથી 71% કેસ માત્ર 5 રાજ્યોમાં છે. કેરળ રાજ્યમાં 2.32 લાખ, મહારાષ્ટ્ર રાજ્યમાં 70.1 હજાર, તમિલનાડુમાં 66.9 હજાર, કર્ણાટક રાજ્યમાં 52 હજાર, આંધ્રપ્રદેશમાં 40.8 હજાર અને મધ્યપ્રદેશમાં 29.5 હજાર કેસ છે.