રાષ્ટ્રપતિ મુંબઇ સ્થિત રાજભવનમાં નવા દરબાર હોલનું કરશે ઉદ્દઘાટન
Live TV
-
રાષ્ટ્રપતિ #RamNathKovind મહારાષ્ટ્રના પ્રવાસે છે. રાષ્ટ્રપતિ મુંબઇ સ્થિત રાજભવનમાં એક નવા દરબાર હોલનું ઉદ્દઘાટન કરશે. આ દરબારગઢ હોલનું નવેસરથી બાંધકામ કરવામાં આવ્યું છે અને તેને અગાઉ કરતા ભવ્ય બનાવવામાં આવ્યો છે. આ હોલમાં બેઠક ક્ષમતા અગાઉ કરતા વધારીને હવે 750 લોકો આ હોલમાં બેસી શકે તે પ્રમાણે બનાવવામાં આવ્યો છે. દરબાર હોલના ગેલેરીમાં અન્ય વધુ લોકોનો સમાવેશ થઇ શકે તે રીતે બનાવવામાં આવ્યો છે. દરબાર હોલના ઉદ્દઘાટન અગાઉ આ સ્થળે પુજાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ હોલનું ઉદ્દઘાટન 8 ડિસેમ્બરના રોજ યોજાનાર હતું પરંતુ C.D.S બિપીન રાવતના અવસાનના કારણે ઉદ્દઘાટનના કાર્યક્રમને મોકુફ રાખવામાં આવ્યો હતો. આવતીકાલે 12 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રત્નાગીરી જિલ્લામાં ડો. બી.આર.આંબેડકરના હોમટાઉન અંબાડવે ગામની મુલાકાત લેશે. ડો. બી.આર.આંબેડકરના હોમટાઉન અંબાડવે ગામ મંડનગઢ તાલુકામાં આવેલ છે. અંબાડવે ગામમાં ડો. બી.આર.આંબેડકરના 20 જેટલા સગાંઓ વસવાટ કરે છે. અંબાડવે ગામમાં જઇને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ડો. બી.આર.આંબેડકરના સગાંઓને મળશે, અને તેમની સાથે થોડો સમય પસાર કરશે. અંબાડવે ગામમાં પણ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.