ભારતીય રિઝર્વ બેન્કે વ્યાજદરો યથાવત રાખ્યા, GDP માઈનસમાં રહેશે
Live TV
-
ભારતીય રિઝર્વ બેન્કની MPC (મોનીટરી પોલીસી કમિટી)ની ત્રણ દિવસ ચાલેલી બેઠકના પરિણામો આવી ગયા છે. જેમાં RBIએ વ્યાજદરોમાં કોઈ ફેરફાર કર્યા નથી. રિઝર્વ બેન્કે રેપો રેટ 4 ટકા અને રિવર્સ રેપો રેટ 3.35 ટકા યથાવત રાખ્યો છે.

RBI ગવર્નર શક્તિકાંત દાસે આજે પત્રકાર પરિષદમાં જાણકારી આપતાં જણાવ્યુ હતુ કે, આ વર્ષે 2020-21માં GDP વિકાસ માઈનસમાં રહેશે અને તેમાં હજી ઘટાડો પણ આવશે. રિઝર્વ બેન્કે જણાવ્યા પ્રમાણે આ વર્ષે GDP વિકાસ દર માઈનસ 7.5 ટકા રહેશે. ઉલ્લેખનીય છે કે RBI જો વ્યાજદરોમાં બદલાવ કરે તો EMI ઘટવાની શક્યતા હતી. રિઝર્વ બેન્કે રેપો રેટ 4 ટકા અને રિવર્સ રેપો રેટ 3.35 ટકા યથાવત રાખ્યો છે. મોનીટરી પોલીસી કમિટીની બેઠક 2 થી 4 ડિસેમ્બર સુધી મળી હતી.