AIIMSના ડાયરેક્ટરે કોરોના રસીને લઈને આપી મહત્વની જાણકારી
Live TV
-
ડૉ. ગુલેરિયાએ કહ્યું હતું કે ભારતમાં હાલ અમુક વેક્સિન ફાઈનલ સ્ટેજની ટ્રાયલ્સમાં છે. અત્યારે ભારતમાં છ વેક્સિન પર કામ ચાલી રહ્યું છે. એમાં ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકાની અને ભારતીય મૂળની ભારત બાયોટેકની વેક્સિન ફેઝ-3ની ટ્રાયલ્સમાં છે.

દેશના લોકો માટે સારા સમાચાર છે. ડિસેમ્બરના અંતમાં કે જાન્યુઆરીની શરૂઆતમાં કોરોના વેક્સિનના ઈમર્જન્સી વપરાશ માટે મંજૂરી મળી શકે છે. દિલ્હી- AIIMSના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ ગુરુવારે આ જાણકારી આપતાં કહ્યું હતું કે, ભારતમાં હાલ અમુક વેક્સિન ફાઈનલ સ્ટેજની ટ્રાયલ્સમાં છે. અત્યારે ભારતમાં છ વેક્સિન પર કામ ચાલી રહ્યું છે. એમાં ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકાની અને ભારતીય મૂળની ભારત બાયોટેકની વેક્સિન ફેઝ-3ની ટ્રાયલ્સમાં છે. અત્યારે આ બંને કોરોના રસીના સારા પરિણામો દેખાઈ રહ્યા છે. જેને લઈને આ રસીઓને ડિસેમ્બરના અંતમાં કે જાન્યુઆરીમાં ઈમર્જન્સી વપરાશ માટે મંજૂરી મળી શકે છે. દેશમાં કોરોના સંક્રમણને રોકવા સરકાર દ્વારા લેવાઈ રહેલા સઘન પગલાંને કારણે સારા પરિણામો પણ મળી રહ્યા છે.