જમીન પર ટકરાય તે પહેલાં બુરેવી વાવાઝોડાની ગતિ ધીમી પડી
Live TV
-
ભારતના દક્ષિણ દરિયાઈ ભાગમાં આવી રહેલ બુરેવી વાવાઝોડાને લઈને એક રાહતના સમાચાર છે. બુરેવી વાવાઝોડુ હવે કમજોર પડી રહ્યુ છે. હવામાનના ચક્રવાત તોફાન વિભાગે જણાવ્યુ, કે બંગાળની ખાડીમાં સર્જેલ ચક્રવાત બુરેવી તોફાન જમીન પર આવતા પહેલા કમજોર પડી ગયું છે.

અગાઉ આ વાવાઝોડાને કારણે સરકારે અને હવામાન વિભાગે દક્ષિણ ભાગના કેરલ, તમિલનાડુ રાજ્યને એલર્ટ કરાયા હતા અને દરિયાકાંઠે વસતા નાગરિકોને સલામત સ્થળે ખસેડાયા હતા. હાલમાં હવામાન વિભાગે એ પણ કહ્યુ છે, કે દક્ષિણ ભાગના રામનાથપુરમના દરિયાકિનારા સુધી પહોચતા પહેલા પવનની ગતિ ધીમી પડી ગઈ છે, અને જમીન પર પ્રવેશે તે પહેલા વાવાઝોડુ વધુ નિમ્ન લેવલે આવી જાય તેવી શક્યતા જણાવી છે.