ભારતીય સેનાએ ડેમ ચોક સેક્ટરમાં ચીનના એક જવાનને ઝડપ્યો
Live TV
-
ભારતીય સૈન્ય દ્વારા લદ્દાખના ડેમ ચોક સેક્ટરમાં ચીનના એક જવાનને ઝડપી પાડવામાં આવ્યો હતો. સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પીપલ્સ લિબરેશન આર્મીના કૉરપોરલ વાંગ યા લોંગ તરીકે આ જવાનની ઓળખ થઈ છે.

આજે સવારે ભારતીય સેનાએ પૂર્વી લદ્દાખના ડેમચોક સેક્ટર ખાતેથી ચીન કૉરપોરલ વાંગ યા લોંગને પકડી પાડ્યો હતો. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા મુજબ, વાસ્તવિક નિયંત્રણ રેખાને પાર કરીને ચીનનો જવાન ભારતીય સીમા ક્ષેત્રમાં પહોંચી ગયો હતો. ભારતીય સેનાએ આ પકડાયેલ જવાનને ઓક્સિજન, ભોજન અને ગરમ કપડાં સહિતની જરુરી વસ્તુઓ અને સ્વાસ્થ્ય સેવા આપી હતી.
સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે નિર્ધારિત નિયમો અનુસાર વિવિધ ઔપચારિકતા પૂર્ણ કર્યા બાદ તેને ચુશુલ-મોલદો બેઠક સ્થળ પર ચીની અધિકારીઓને સોંપવામાં આવશે.