PM મોદીએ ગ્રાન્ડ ચેલેન્જની વાર્ષિક બેઠક 2020ના ઉદ્ધાટન સત્રમાં સંબોધન કર્યુ.
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યુ કે આવનારુ ભવિષ્ય એવા સમાજથી તૈયાર થશે જે સમાજ વિજ્ઞાન અને નવા ઈનોવેશનમાં રોકાણ કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યુ કે આવનારુ ભવિષ્ય એવા સમાજથી તૈયાર થશે જે સમાજ વિજ્ઞાન અને નવા ઈનોવેશનમાં રોકાણ કરશે.
પીએમ મોદીએ વધુમાં જણાવ્યુ હતુ કે વિજ્ઞાન અને નવા સંશોધનના ક્ષેત્રમાં દુરદર્શિતા રાખીને પહેલાથી જ રોકાણ કરવું જોઈશે તો જ સમાજને ફાયદો થશે. પીએમ મોદીએ કહ્યુ કે ભારતે પ્રભાવકારી રીતે કોરોના કેસોનું કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવાનું કામ શરુ કર્યુ હતુ. ભારત રેપિડ એન્ટીજેન ટેસ્ટ લાગુ કરવાવાળા શરુઆતના દેશોમાંનો એક હતો. જેથી અત્યારે કોરોનાના રોજના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તેમણે કહ્યુ કે ભારતમાં આજે રિકવરી રેટ 88 ટકા પર પહોંચ્યો છે.
ગ્રાન્ડ ચેલેન્જની વાર્ષિક બેઠકમાં સ્વાસ્થ્ય અને વિકાસમાં સૌથી મોટા વૈશ્વિક પડકારો પર ચર્ચા કરવામાં આવે છે. આ વર્ષે યોજાયેલ 3 દિવસીય બેઠકનો મુદ્દો વૈશ્વિક કોરોના મહામારીના પડકારો અને તેની સ્વાસ્થ્ય પર થનાર અસરોના નિરાકરણનો રહેશે.