બેન્કોએ અત્યાર સુધીમાં 1.5 કરોડ ખેડૂતોને રાહત લોન આપી
Live TV
-
નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યુ કે બેન્કોએ અત્યાર સુધીમાં 1.5 કરોડ કિસાન ક્રેડિટ કાર્ડ ધારકો ખેડૂતોને સહાય કરી છે. આ સહાયમાં કુલ 1.35 લાખ કરોડ રૂપિયાની રાહત લોનની ફાળવણી કરવામાં આવી છે.
નાણા મંત્રાલયે પોતાના નિવેદનમાં જણાવ્યુ કે બેન્કોએ અત્યાર સુધીમાં 1.5 કરોડ કિસાન ક્રેડિટ કાર્ડ ધારકો ખેડૂતોને સહાય કરી છે. આ સહાયમાં કુલ 1.35 લાખ કરોડ રૂપિયાની રાહત લોનની ફાળવણી કરવામાં આવી છે.
આત્મનિર્ભર ભારત પેકેજ અંતર્ગત સરકારે કેસીસી યોજના હેઠળ 2.5 કરોડ ખેડૂતોને કોરોના સંકટ દરમિયાન ઉભી થયેલી આર્થિક જરૂરિયાતો માટે 2 લાખ કરોડ રૂપિયાની લોન આપવાનું લક્ષ્ય બનાવ્યું હતું. જેમાં અત્યાર સુધીમાં કુલ 1.5 કરોડ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડથી સહાય કરી છે. નાણાકીય મંત્રાલયે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે બેન્કો અને અન્ય ભાગીદારોના સતત પ્રયત્નોને લીધે કેસીસીએ 1.5 કરોડ ખેડૂતોને આર્થિક સહાય આપવાનો નોંધપાત્ર આંકડો પાર કરી લીધો છે. આ સહાય મેળવનારા ખેડૂતોમાં માછીમારો અને ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા ખેડૂતોનો પણ સમાવેશ થાય છે.