છેલ્લા 24 કલાકમાં 66,399 કોરોના દર્દી સાજા થયા, 579 મોત નોંધાયા
Live TV
-
કોરોના સામેના જંગમાં સરકારના ઉત્કૃષ્ટ કામગીરીને પગલે અસરકારક પરિણામો જોવા મળી રહ્યાં છે. ત્યારે છેલ્લાં 24 કલાકમાં વધુ 66 હજાર 399 દર્દીઓ કોરોનાને મ્હાત આપીને સ્વસ્થ થયાં છે. તો વધુ 579 દર્દીઓએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે.

દેશમાં કોરોના સામે સ્વસ્થ થતાં દર્દીઓનો રિકવરી દર વધીને 88.26 ટકા થયો છે, જ્યારે મૃત્યુ દર ઘટીને 1.52 ટકા થયો છે. જે વિશ્વમાં સૌથી ઓછા દર ધરાવતા દેશોમાં સામેલ છે. ભારતમાં સતત સક્રિય કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. દેશમાં અત્યાર સુધી 66 લાખ 63 હજારથી વધુ દર્દીઓ કોરોનાને માત આપીને સ્વસ્થ થયા છે. હાલ રિકવરી દરની વધતી સંખ્યાના કારણે મૃત્યુ દર પણ સતત ઘટી રહ્યો છે
ગુજરાતમાં પણ રાજ્ય સરકારના સઘન પ્રયાસોના પરિણામે કોરોના વાયરસના સંક્રમણનું પ્રમાણ ધીમે-ધીમે ઘટી રહ્યું છે. ગઈકાલે રાજ્યમાં કુલ 996 કેસ નોંધાયા છે. સાથે જ 1,147 દર્દીઓ , કોરોનાને મ્હાત આપી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં, કુલ 1,42,799 દર્દીઓ સાજા થયા છે. જેથી રાજ્યમાં રીકવરી રેટ 88.85 ટકાએ પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 178, વડોદરામાં 112, સુરતમાં 227, જામનગરમાં 66, ગાંધીનગરમાં 40, કચ્છમાં 21 કોરોનાના કેસ નોંધાયા છે. જ્યારે કુલ આઠ દર્દીઓના મોત થયા છે.