Skip to main content
Settings Settings for Dark

ભારતીય સેનાની ટુકડી 'બ્રાઈટ સ્ટાર 23' લશ્કરી કવાયતમાં ભાગ લેવા માટે ઇજિપ્ત રવાના થઈ

Live TV

X
  • 'બ્રાઇટ સ્ટાર 23' લશ્કરી કવાયતમાં ભાગ લેવા માટે 137 સૈનિકોની બનેલી ભારતીય સેનાની ટુકડી ઇજિપ્ત જવા રવાના થઇ છે. આ સૈન્ય કવાયત આવતા મહિને 31 ઓગસ્ટથી 14 સપ્ટેમ્બર 2023 સુધી ઇજિપ્તમાં મોહમ્મદ નાગીબ સૈન્ય મથક પર થશે. બ્રાઇટ સ્ટાર 23 એ બહુરાષ્ટ્રીય ત્રિ-સેવાઓની સંયુક્ત લશ્કરી કવાયત છે. આ કવાયતનું નેતૃત્વ યુએસ સેન્ટકોમ અને ઇજિપ્તની સેના કરશે. સંરક્ષણ મંત્રાલયે માહિતી આપી હતી કે, આ વર્ષે બ્રાઈટ સ્ટાર 23 કવાયતમાં 34 દેશો ભાગ લેશે. પશ્ચિમ એશિયા અને ઉત્તર આફ્રિકા ક્ષેત્રમાં આ અત્યાર સુધીની સૌથી મોટી સંયુક્ત લશ્કરી કવાયત હશે. આ પહેલીવાર છે જ્યારે ભારતીય સશસ્ત્ર દળો 549 સૈનિકો સાથે આ અભ્યાસમાં ભાગ લઈ રહ્યા છે. કવાયતમાં ભાગ લેનારા દેશો શ્રેષ્ઠ પ્રયાસો શેર કરશે અને ઊભરતાં બિન-પરંપરાગત જોખમોનો સામનો કરવા માટે પ્રાદેશિક ભાગીદારીને વધારશે. મંત્રાલયે કહ્યું હતું કે, આ કવાયત ભારતીય સેનાને અન્ય દળો સાથે સંરક્ષણ સહયોગ વધારવામાં શ્રેષ્ઠ પ્રયાસો અને અનુભવો શેર કરવાની ઉત્તમ તક પૂરી પાડશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply