Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ વિશ્વની પ્રથમ 100% ઇથેનોલ સંચાલિત કાર લોન્ચ કરી

Live TV

X
  • કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આજે ​​વિશ્વનું પ્રથમ BS-VI (સ્ટેજ-II) ઇલેક્ટ્રિક ફ્લેક્સ-ફ્યુઅલ વાહન લોન્ચ કર્યું હતું.આ પ્રસંગે નીતિન ગડકરીએ કહ્યું હતું કે, દેશ માટે આ એક ઐતિહાસિક દિવસ છે. ભારતને આત્મનિર્ભર બનાવવા માટે ક્રૂડ ઓઈલની આયાતની જરૂરિયાત સમાપ્ત થાય તે જરૂરી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, હાલમાં ભારતે ક્રૂડ ઓઈલની આયાત માટે 16 લાખ કરોડ રૂપિયા ખર્ચવા પડે છે. તેમણે ઉમેર્યું હતું  કે, ભારતે તેલની આયાત પરની નિર્ભરતા ખતમ કરવી પડશે. તેમણે કહ્યું હતું કે, પ્રદૂષણને રોકવા માટે દેશે મોટા અને લાંબા ગાળાના પગલાં લેવા પડશે. અને પેટ્રોલ સાથે ઇથેનોલના મિશ્રણથી ભારતનો કૃષિ વિકાસ 12 ટકાથી વધીને 20 ટકા થશે અને તેનાથી ઘણી રોજગારીની તકો પણ ઊભી થશે.

    પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રી હરદીપ પુરીએ જણાવ્યું હતું કે, ઈંધણમાં 20 ટકા ઈથેનોલ ભેળવવાની નીતિ લાગુ કરીને ભારત દર વર્ષે આયાત પર 35,000 કરોડ રૂપિયાની બચત કરશે. તેમણે એમ પણ કહ્યું કે, ભારતે નિર્ધારિત સમય કરતાં 5 મહિના પહેલા 10 ટકા ઇથેનોલ મિશ્રણનું લક્ષ્ય હાંસલ કર્યું છે. મંત્રીએ એ જણાવ્યું હતું કે, ભારતે 2026 સુધીમાં 20 ટકા ઇથેનોલ સંમિશ્રણનું નવું લક્ષ્ય નક્કી કર્યું છે જે અગાઉ 2030 સુધીમાં હાંસલ કરવાનું હતું. તેમણે કહ્યું હતું કે, 2025થી સમગ્ર દેશમાં 20 ટકા ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ E-20 ઉપલબ્ધ થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply