Skip to main content
Settings Settings for Dark

ભારતે માલદીવને ઈન્ટરસેપ્ટર જહાજ ભેટમાં આપ્યુ

Live TV

X
  • ઇંટરસેપ્ટર જહાજ માલદીવની સુરક્ષા માટે મહત્વપૂર્ણ

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને માલદિવના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મોહમ્મદ સોલેહે સંયુક્ત રુપથી ઘણા ક્ષેત્રોની પ્રમુખ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું. વીડિયો કોન્ફરન્સ દ્વારા બંને નેતાઓએ આપસી સહયોગને વધારે મજબૂત કરવાની વાત કરી હતી. માલદિવ સાથે સુરક્ષા સંબંધોને વધારે ગાઢ બનાવતા ભારતે માલદિવને ભેટમાં એક ઇંટરસેપ્ટર જહાજ આપ્યું હતું. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભારતની પડોશી પ્રથમ અને માલદિવ સરકારની ભારત પ્રથમ નીતિના કારણે બધા ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે સંબંધ ગાઢ થઈ રહ્યા છે. બીજી તરફ માલદિવના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મોહમ્મદ સોલેહે ભારત પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા કહ્યું હતું કે ઇંટરસેપ્ટર જહાજ તેના દેશની સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે. માલદિવ ભારત સાથે પોતાના સંબંધોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply