Skip to main content
Settings Settings for Dark

ભારતે શ્રીલંકાને 12.5 ટન આવશ્યક દવાઓ અને તબીબી ઉપકરણો ભેટ આપ્યા

Live TV

X
  • ભારતે વર્તમાન વેસાક સપ્તાહ દરમિયાન શ્રીલંકાને સાડા 12 ટન આવશ્યક દવાઓ અને તબીબી ઉપકરણોની ભેટ મોકલી છે, જેમાં ખાસ મિત્રતાની ભાવના દર્શાવવામાં આવી છે. ભારતીય વાયુસેનાના વિશિષ્ટ વિમાન દ્વારા શનિવારે આ જથ્થો કોલંબો પહોંચ્યો હતો. ભારતે શ્રીલંકા સરકાર અને ત્યાંના લોકોને શુભેચ્છાઓ પાઠવી છે. 

    ભેટ તરીકે તાજેતરની જીવન-બચાવ કરતી દવાઓ અને તબીબી ઉપકરણોનો આ ચોથો જથ્થો છે. ગયા મહિને શ્રીલંકામાં આવા ત્રણ સામગ્રીના જથ્થા મોકલ્યા હતા..કોવિડ -19 રોગચાળા સામે લડવા માટે સાર્ક દેશોના નેતાઓ સાથે વીડિયો કોન્ફરન્સ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રતિબદ્ધતા મુજબ આ ભેટો મોકલવામાં આવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply