દેશમાં કોરોના વાયરસના કુલ સંક્રમિત કેસ 41,472 થયા, 2,109 લોકોએ ગુમાવ્યા જીવ
Live TV
-
વિશ્વભરમાં કોરોના વાઈરસના સંક્રમિત કેસોની સંખ્યા 40 લાખને પાર
દેશમાં કોરોના વાઈરસના કુલ 41 હજાર 472 સક્રિય સંક્રમિત કેસ નોંધાયા છે. જ્યારે 19 હજાર 357 દર્દીઓ સ્વસ્થ થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તો દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસના પગલે 2 હજાર 109 લોકોએ જીવ ગુમાવ્યો છે.
વિશ્વભરમાં કોરોના વાઈરસના સંક્રમિત કેસોની સંખ્યા 40 લાખને પાર થઈ છે. અમેરિકામાં અત્યાર સુધીમાં 78 હજારથી વધુ લોકોએ આ જીવલેણ વાઈરસના કારણે જીવ ગુમાવ્યો છે. તો ઇટલી અને બ્રિટન પર સૌથી વઘારે અસર જોવા મળી રહી છે. તો દુનિયાભરમાં કોરોના વાયરસ બેકાબુ બની રહ્યો છે.
