ભારતીય રેલવે 12 મેથી કેટલાક રૂટો પર 15 ટ્રેનો દોડાવશે,આજથી IRCTC થી થઈ શકશે બુકિંગ
Live TV
-
મુસાફરોએ ટ્રેનના સમયના 2 કલાક પહેલા સ્ટેશન પર પહોંચવું પડશે
ભારતીય રેલવેએ 12મેથી પેસેન્જર ટ્રેન સેવા શરૂ કરવાની યોજના બનાવી છે. રેલવે દ્વારા અપાયેલી જાણકારી પ્રમાણએ 11મેના 4 વાગ્યાથી રિઝર્વેશન શરૂ થઇ જશે. આ ટ્રેન ટિકિટોને માત્ર IRCTCની વેબસાઇટ પરથી મેળવી શકાશે. શરૂઆતમાં 15 ટ્રેન દોડાવવામાં આવશે.આ દરેક ટ્રેનમાં એસી કોચ જોડવામાં આવશે અને સ્ટોપ પણ મર્યાદિત રહેશે. આ ટ્રેનોમાં પ્રવાસ કરવા માટે રાજધાની જેટલું ભાડું ચૂકવવું પડશે. અત્યારે 22 માર્ચથી ટ્રેનનું પરિવહન લોકડાઉનના કારણે બંધ છે.
રેલવે મંત્રી પિયુષ ગોયલે પણ ટ્વીટર પર આપી જાણકારી
રેલવે તરફથી આપવામાં આવેલી જાણકારી પ્રમાણે નવી દિલ્હીથી ચાલનારી ટ્રેનોનું રિઝર્વેશન માટે બુકિંગ 11 મે સાંજ ચાર વાગ્યાથી શરૂ થશે. ભારતીય રેલવે તરફથી કહેવામાં આવ્યું છે કે 12 મેથી પ્રાથમિક તબક્કે 15 રૂટ પર ટ્રેન શરુ
કરવાની યોજના છે..કયા રૂટ પર દોડશે ટ્રેન?
રેલવે તરફથી મળેલી જાણકારી પ્રમાણે આ ટ્રેન દિલ્હીથી ડિબ્રુગઢ, અગરતલા, હાવડા, પટના, બિલાસપુર, રાંચી, ભૂવનેશ્વર, સિકંદરાબાદ, ચૈન્નાઈ, બેંગલુરુ, મુંબઈ, અમદાવાદ અને જમ્મુ માટે ચાલશે.આજથી IRCTC થઈ શકશે બુકિંગ
જાણકારી પ્રમાણે સ્ટેશનો ઉપર ટિકિંગ બુકિંગ કાઉન્ટર બંધ રહેશે. અને પ્લેટફોર્મ ટિકિટ સહિત કોઈ પણ ટિકિટ કાઉન્ટર આપવામાં નહીં આવે. આ બુકિંગ માત્ર આઈઆરસીટીસીની વેબસાઈટથી કરવામાં આવશે.આજે સાંજે 4 વાગ્યાથી બુકિંગ
શરૂ થઈ જશે..મુસાફરોએ ધ્યાનમાં રાખવાના સૂચનો
- પ્રારંભિક 15 ટ્રેનો નવી દિલ્હી રેલ્વે સ્ટેશનથી દોડશે
- સ્ટેશનો પર ટિકિટ બુકિંગ વિંડો બંધ રહેશે, પ્લેટફોર્મ ટિકિટ સહિત કોઈ કાઉન્ટર ટિકિટ આપવામાં આવશે નહીં.
- જ્યારે ટ્રેન શરૂ થાય છે ત્યારે સ્ટેશન પર માસ્ક પહેરવા, આરોગ્ય તપાસણી ફરજિયાત રહેશે
- મુસાફરોએ ટ્રેનના સમયના 2 કલાક પહેલા સ્ટેશન પર પહોંચવું પડશે
- માત્ર એ પ્રવાસીઓને મંજૂરી મળશે જેમાં સંક્રમણના લક્ષણો ન હોય
