ભારત અને ચીન વચ્ચે કોર કમાન્ડર સ્તરની આજે સવારે પૂર્ણ થયેલી ચર્ચા
Live TV
-
ભારત અને ચીન વચ્ચે કોર કમાન્ડર સ્તરની ચર્ચા આજે સવારે પૂર્ણ થઇ. લગભગ દોઢ મહિના બાદ ભારત અને ચીન દ્વારા સરહદ પર તણાવને સમાપ્ત કરવા માટે ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચા લગભગ 17 કલાક સુધી ચાલી હતી. આ ચર્ચા એલએસી પાસે આવેલા મોલ્ડો ખાતે યોજવામાં આવી હતી. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ બંને દેશો વચ્ચે સરહદ પરથી પાછળ હટી જવાની અને સૈનિકોની સંખ્યા ઘટાડવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
