રાષ્ટ્રપતિએ રાષ્ટ્રીય મતદાતા દિને ચૂંટણી પંચના વેબ રેડિયો, હેલો વોટર્સનો કરાવ્યો શુભારંભ
Live TV
-
આજે 11મો રાષ્ટ્રીય મતદાતા દિવસ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ પ્રસંગે નવી દિલ્હીમાં યોજાયેલા રાષ્ટ્રીય સમારંભમાં વરચ્યુઅલ માધ્યમથી ભાગ લીધો હતો. કાર્યક્રમમાં ડીજીટલ વોટર આઇડી કાર્ડ લોન્ચ કરવામાં આવ્યા હતા. આ સાથે જ હવે મતદાર આઇડી કાર્ડ ડીજીટલ થઇ ગયા છે. મતદાર હવે ફોન પર મતદાતા કાર્ડ ડાઉનલોડ કરી શકશે. રાષ્ટ્રપતિએ આ પ્રસંગે વર્ષ 2020-21 માટેના રાષ્ટ્રીય પુરસ્કાર પ્રદાન કર્યા હતા. રાષ્ટ્રપતિએ ચૂંટણી પંચના વેબ રેડિયો, હેલો વોટર્સનો શુભારંભ પણ કરાવ્યો હતો. મતદાતા જાગૃતિ અભિયાન માટે રેડિયો મિર્ચીનું સન્માન થયું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રાસદ પણ જોડાયા હતા. તેમણે કોરોના કાળમાં પણ અડગ રીતે ચૂંટણી આયોજન કરવા બદલ ચૂંટણી પંચ અને તેના અધિકારીઓની પ્રશંસા કરી હતી. 11મા રાષ્ટ્રીય મતદાતા દિવસનું વિષય વસ્તુ દેશના મતદાતાને સશક્ત,સતર્ક, સુરક્ષિત અને જાગૃત કરવાનું છે. ચૂંટણી પંચની સ્થાપનાના ઉપલક્ષ્યમાં દર વર્ષે 25 જાન્યુઆરીના રોજ દેશભરમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી થાય છે.
